Gujarat

300-વર્ષ જૂની પરમ્પરા આજે પણ જાળવવામાં આવે છે વર્ષ માં બેચરાજી માતા ને એક જ વાર ચડે છે 300-કરોડ નો નવલખો હાર, જાણો.

Spread the love

થોડા દિવસો પહેલા જ આપણા ભારતમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો હતો. નવ દિવસ ભારતમાં વસતા લોકો અને ખાસ તો ગુજરાતી લોકો માતાજીની પૂજા, અર્ચના કર્યા બાદ ધૂમધામથી ઉત્સાહપૂર્વક ગરબે ઝૂમતા હોય છે. નવરાત્રી એટલે માં નવદુર્ગાના પૂજા, અર્ચના નો દિવસ આજ દિવસોમાં માતાજી ને પૂજા અર્ચના કરી માતાજીને પ્રસન્ન કરવામાં આવતા હોય છે અને આશીર્વાદ લેવામાં આવતા હોય છે.

ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ મંદિરોમાં ભીડ જોવા મળી હતી. જેમાંનું એક મહેસાણામાં આવેલું બેચરાજી મંદિર આ મંદિરની એક પરંપરા ખાસ દશેરાના દિવસે જાળવવામાં આવે છે. આ પરંપરા એ છે કે વર્ષમાં માત્ર એક દિવસ દશેરાના દિવસે બેચરાજી માતાને નવ લખો હાર પહેરાવવામાં આવે છે. આ નવલખા હાર ની કિંમત લગભગ હાલના બજાર ની કિંમત ની સાથે જોવામાં આવે તો હાલમાં તેની કિંમત 300 કરોડ રૂપિયાની આસપાસ જેટલી થાય છે.

આ નવલખા હાર સાથે એક ઇતિહાસ જોડાયેલો છે. જેની વાત કરવામાં આવે તો 300 વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડ ને પાઠાનો રોગ થયો હતો જે બાદ તેને રોગ મટી જતા બેચરાજી માતાજીને નવ લખો હાર ચડાવ્યો હતો. જ્યારે તે વખતે આ હારનું મૂલ્ય આપવામાં આવ્યું ત્યારે તેનું મૂલ્ય 9 લાખ રૂપિયા હતું આથી જ તેને નવ લખો હાર કહેવામાં આવે છે.

પરંતુ જેમ જેમ સમય ગયો અને આજે આ હાર ની કિંમત 300 કરોડની આસપાસ થઈ ચૂકી છે. સલામતીના કારણોસર માત્ર વર્ષમાં દશેરાના દિવસે જ માતાજીને આ હારથી શણગારવામાં આવે છે. આ હારની વિશેષતા એ છે કે પ્રથમ નજરે જોતા તે સામાન્ય હાર જેવો જ લાગે છે. પરંતુ જેમ નજીક જઈને જોઈએ તેમ તેમાં વાદળી, સફેદ અને લીલા રંગના નીલમ થી તૈયાર થયેલો આ હાર જોઈને લોકો અજંબીત થઈ જાય છે.અ

ને લોકોના મોઢે આ હારની જ વાતો ચાલતી હોય છે. આમ આ નવલખા હાર નું મૂલ્ય ખૂબ જ આપવામાં આવે છે અને વિશેષતા તો એ છે કે માતાજીને વર્ષમાં એક જ વાર આ હાર પહેરાવવામાં આવે છે. આમ આવા અનેક મંદિરોમાં અનેક કથાઓ સંકળાયેલી હોય છે અને માં બધા ભક્તોને આશીર્વાદ આપીને બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. છેલ્લા 300 વર્ષથી આ પરંપરા હજુ પણ જાળવવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *