Categories
Entertainment Gujarat

આખરે લોકગાયીકા અલ્પા પટેલ એક ના બે થયા લગ્નની તસવીરો વાયરલ થતાં લોકોએ અભિનંદન પાઠવ્યા જુઓ તસવીરો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે. તેવામાં લગ્નના આ પાવન અવસર પર અનેક લોકો પોતાના નવા જીવનની શરૂઆત કરશે. તેવામાં જ્યારથી કમુરતા પુરા થયા છે ત્યારથી જ જાણે ઠેર ઠેર લગ્નના ગીતો ગવાઈ રહ્યા તેવું લાગે છે. લગ્નના આ સમયગાળા ની અસર સામાન્ય લોકો ની સાથે અનેક હસ્તિઓ પર પણ જોવા મળી છે.

આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા થોડા સમયમાં અનેક કલાકારો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ ચુક્યા છે. તેવામાં આ યાદિમા વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે ગુજરાતી સંગીતના ઘણા લોક પ્રિય ગાયિકા કે જેમણે પોતાના અવાજના કારણે લાખો લોકોના દિલમાં પોતાની આગવી ઓળખ બનાવી છે તેવા અલ્પા બેન પટેલ પણ લગ્નના આ સમયગાળા માં પોતાના જીવન સાથી સાથે લગ્નના પવિત્ર બંધન માં જોડાઈ ને પોતાના જીવનની નવી શરૂઆત કરવાના છે.

જો વાત અલ્પા પટેલ ના જીવન સાથી વિશે કરીએ તો જાણવી દઈએ કે અલ્પા પટેલ ના લગ્ન ઉદય ગજેરા સાથે થવાના છે જો કે જાણકારી માટે જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ એટલે કે 9 નવેમ્બર ના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ કરી હતી જેની જાણ થતાં લોકોમાં ઘણો ઉત્શાહ હતો અને લોકો તેમના લગ્નને લઈને પણ ઘણા ઉત્સાહીત હતા. તેવામાં અલ્પા બેન ના લગ્નની જાણ થતાં ફેન્સ ઘણા ખુશ છે. તેમના લગ્નને ખાસ બનાવવા માટે અનેક હસ્તિઓ પણ આવ્યા હતા અને શુભ પ્રસંગે ચાર ચાંદ લગાવ્યા હતા.

જણાવી દઈએ કે આજે એટલે કે 17 ફેબ્રુઆરી ના રોજ પવિત્ર અગ્નિ ની સાક્ષિએ અલ્પા બેન સદાઈ માટે ઉદય ના થઈ ગયા છે જો વાત ઉદય ગજેરા અંગે કરીએ તો તેમના કાર્ય વિશે હજુ સુધી કોઈ ખાસ માહિતી મળી નથી પરંતુ જો વાત અલ્પા પટેલ વિશે કરીએ તો જણાવી દઈએ કે તેમણે પોતાના કરિયર ની શરૂઆત માત્ર 10 વર્ષથી કરી હતી.

જો કે હાલમાં જે સફળતા ના શિખરો ઉપર તેઓ છે અહીં સુધી પહોંચાડવામા તેમણે ઘણી મહેનત કરી છે. શરૂઆત માં તેઓ ફક્ત 50 રૂપિયા જ ફી લેતા હતા અને હવે સમય બદલાયો છે હાલમાં તેઓ 1 થી 1.25 લાખ રૂપિયા જેટલી ફી લે છે. જણાવી દઈએ કે અલ્પા પટેલે ઘણી નાની ઉંમરમાં પિતાનો સાથ ગુમાવ્યો હતો. જે બાદ તેમણે પોતાનો અભ્યાસ મામા ના ઘરે જ કર્યો હતો.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધીમાં અલ્પા બહેને અનેક ગીત લખ્યા છે અને ગાયા છે. તેવામાં હવે પોતાના લગ્ન પ્રસંગે પણ અલ્પા બહેન અને ઉદય ગજેરા એ ઘણું જ સુંદર ગીત લખ્યું છે, જણાવી દઈએ કે આ ગીત દરેક લોકોને પણ સાંભળવા મળશે. આ ગીતના ડાઈરેક્ટર પ્રણવ જેઠવા અને તેમની જેપી ફોટોગ્રાફર ની ટિમ છે. જો વાત મ્યુઝિક ડાઈરેક્ટર અંગે કરીએ તો તેમનું નામ હિમાંશુ ગઢવી અને હર્ષ પટેલ છે. જયારે રાકેશ દેસાઈ ના માથે આ ગીતને મિક્સિંગ કરવાનું કામ આવ્યું છે. તેવામાં આપણે સૌ અલ્પા બહેન પટેલ અને ઉદય ગજેરા ના નવા જીવનને લઈને અભિનંદન પાઠવીએ છીએ.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *