અલ્પા પટેલ અને ઉદય ગજેરાની હનીમૂન ની ખાસ તસ્વીરો વાયરલ અલ્પાબેન નો નવો જ લુક જોવા મળ્યો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિદેશ માં ગુજરાતી કલાકારો નો મેળો જોવા મળી રહ્યો છે આપણે આવું શા માટે કહીએ છિએ તેની પાછળ પણ કારણ એ છે કે એક પછી એક જે રીતે ગુજરાતી કલાકારો પોતાના જીવન સાથી સાથે વિદેશ પ્રવાસે ગયા છે તેણે સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્શ્યુ છે. કિંજલ દવે, ગીતા રબારી અને અલ્પા પટેલ હાલમાં પોતાના જીવન સાથી સાથે રાજાઓ માણી રહ્યા છે.
એક તરફ જ્યાં કિંજલ દવે અને ગીતા રબારી રાજાઓ માનવા વિદેશ ગ્યા છે ત્યાં બીજી તરફ અલ્પા પટેલ પતિ સાથે હનીમૂન મનાવવા માટે અંદામાન નિકોબાર ગયા છે. આપણે સૌ જાણીએ છિએ કે 9 નવેમ્બર ના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ કરી હતી જે બાદ તારીખ 17 ફેબ્રુઆરી ના રોજ પવિત્ર અગ્નિ ની સાક્ષિએ અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે સાત ફેર લીધા હતા. લગ્ન બાદ અલ્પા પટેલ ઉદય ગજેરા સાથે અમદાવાદના નિકોલમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શને ગયા હતા.
જે બાદ તેઓ હાલમાં અંદામાન નિકોબાર માં રાજાઓ માણી રહ્યા છે અને ફેન્સ માટે ઘણી તસ્વીર પણ સેર કરી રહ્યા છે. જણાવી દઈએ કે અહીં આવ્યા બાદ તેમણે સેક્યુલર જેલ ની મુલાકાત લીધા પછી શહીદ સ્મારક ગ્યા હતા જેની અનેક તસ્વીર પણ સોશ્યલ મીડિયા પર જોવા મળી હતી. તેવામાં ફરી તેમણે ફેન્સ માટે ઘણી તસ્વીર શેર કરી છે.
જો વાત અલ્પા પટેલ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ અમરેલી જીલ્લા ના બગશરા તાલુકા ના નાના મુન્ઝીયાસર ગામમાં વર્ષ 1989 માં થયો હતો અલ્પા પટેલે ઘણી નાની ઉંમરમાં પિતાનો સાથ ગુમાવ્યો હતો તેઓ માત્ર એક વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું.
આ ઉપરાંત તે સમયે અલ્પા પટેલ ના ઘર ની સ્થિતિ ઘણી ખરાબ હતી અને તેમની માતા તથા ભાઈ મજૂરી કામ કરતા હતા નબળી આર્થિક પરિસ્થિતિ ના કારણે અલ્પા પટેલ નો ઉછેર અને ભણતર તેમના મામા ને ત્યાં થયું અહીં તેમણે ધોરણ 12 અને તે બાદ પિટીશિ નો અભ્યાસ કર્યો.
જણાવી દઈએ કે અલ્પા પટેલ ને સંગીત નો વાર્ષો પોતાના નાના તરફથી મળ્યો છે. તેમને સ્ટેજ પર ગાતા જોઈને અલ્પા પટેલ પણ આ દિશા તરફ આગળ વધ્યા અને પરિવારને આર્થિક મદદ કરવા માટે માત્ર 11 વર્ષની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કરી દીધુ તેઓ શરૂઆત માં ફક્ત 50 રૂપિયા જ ફી લેતા હતા અને હવે સમય બદલાયો છે હાલમાં તેઓ 1 થી 1.25 લાખ રૂપિયા જેટલી ફી લે છે. આમ અનેક મુસિબત નો સામનો કરીને તેમણે સફળતા ના શિખરો સર કર્યા છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.