Gujarat

ભાઈને ખુશ કરવા અલ્પા પટેલે જન્મ દિવસ પર આપી એટલી મુલ્યવાન ભેટ જુઓ તસવીરો લોકો પણ થયા દંગ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ ધરતી પર ભાઈ બહેનના પ્રેમને ઘણો મુલ્વાન માનવામાં આવે છે ભાઈ બહેનનો પ્રેમ આદર્શ અને નિઃસ્વાર્થ હોઈ છે કે જ્યાં તેઓ એક બીજા ને ખુશ રાખવા માટે તમામ કર્યો કરવા પણ તૈયાર રહે છે. આપણે અહીં ભાઈ બહેનના આવાજ એક અનોખા પ્રેમ વિશે વાત કરવાની છે કે જે ભાઈ બહેન હાલમાં ચર્ચામાં છે.

આપણે અહીં અલ્પા પટેલ વિશે વાત કરવાની છે આપણે સૌ અલ્પા પટેલ ને ઓળખીએ છિએ તેમણે પોતાના અવાજ ના જાદુથી લોકોને નાચ્વા પર મજબૂર કર્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે લગ્ન કર્યા હતા લગ્નના અનેક ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

જો કે લગ્ન અગાઉ સગાઈ અને પ્રિ વેડીગ ફોટો સૂટ પણ સોશ્યલ મીડિયા પર છવાયુ હતું જણાવી દઈએ કે અલ્પા પટેલ દેશ વિદેશ માં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે જેના કારણે તેમના ફોટા અને વિડીયો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે લગ્ન બાદ જ્યારે અલ્પા પટેલ પતિ સાથે ખોડિયાર મંદિર ગયા હતા ત્યાર ના ફોટાઓ અને જ્યારે ફરવા માટે અંદમાન નિકોબાર ગયા હતા.

આ તમામ સમયે અનેક ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા અને લોકોએ ઘણા પસંદ પણ કર્યા. હાલમાં ફરી એક વખત અલ્પા પટેલ ચર્ચા માં છે જેનું કારણ તેમના ભાઈ નો જન્મ દિવસ છે. જણાવી દઈએ કે અલ્પા પટેલ અને તેમના ભાઈ મહેન્દ્ર પટેલ ઘણો જ ખાસ બોન્ડ ધરાવે છે. બંને વચ્ચે અતૂટ પ્રેમ છે.

બહેન અલ્પા પટેલ ની જેમ્જ ભાઈ મહેન્દ્ર પણ સિંગર છે. અને તેમનો આવાજ પણ લોકોને ઘણો પસંદ આવે છે જોકે હાલમાં આ ભાઈ બહેન તેમના ગીત માટે નહીં પરંતુ એક અણમોલ ભેટ માટે ઘણા ચર્ચામાં છે. જણાવી દઈએ કે ભાઈ ને ખુશ કરવા અલ્પા પટેલે તેમને ભેટ માં એક ઘણી જ મોંઘી અને આલિશાન રોયલ એન્ફિલ્ડ ગાડી ભેટ કરી છે જેની તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ છે.

આ સમયે સોશ્યલ મીડિયા પર પણ અલ્પા પટેલ ભાઈ ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી મહેન્દ્ર પટેલે પણ બહેન ની સુંદર ભેટ ગાડી નો એક વિડીયો મૂકી ને અલ્પા પટેલ ને આ ખાસ ભેટ માટે આભાર કહ્યું આ જોઈને લોકોએ કહ્યું કે બહેન હોઈ તો આવી.

જાણકારી માટે જણાવી દઈએ કે 9 નવેમ્બર ના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ કરી હતી જે બાદ તારીખ 17 ફેબ્રુઆરી ના રોજ પવિત્ર અગ્નિ ની સાક્ષિએ અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે સાત ફેર લીધા હતા. આપણે સૌ જાણીએ છીએ કે અલ્પા બેનના લગ્ન સગાઇ અને પ્રી વેડિંગ સુટની તસ્વીરો લોકોમાં ઘણી વાયરલ થઇ હતી અને લોકોને ઘણી પસંદ પણ આવી હતી.

જણાવી દઈએ કે અલ્પા પટેલે પોતાના સંગીત કરિયર ની શરૂઆત માત્ર 10 વર્ષથી કરી હતી. શરૂઆત માં તેમની ઘરની પરિસ્થિતિ સારી નહતી તેના કારણે પિતાના અવસાન પછી તેમણે પોતાનો અભ્યાસ તેમના મામા ના ઘરે જ કર્યો અને 12 માં ધોરણ સુધી આભ્યાસ કર્યા બાદ પીટીસી નો અભ્યાસ પૂર્ણ કર્યો આ સાથે તેમણે સંગીત ક્ષેત્રમા પણ આગળ વધતા રહ્યા. તેમના પિતાની મૃત્યુ બાદ તેમનો ભાઈ અને માતા મજુરી કરી ઘર નું ગુજરાન ચલાવતા.

જે બાદ અલ્પા પટેલે ઘરમાં મદદ કરવા માટે અનેક પ્રોગ્રામમાં ગાવાનું શરુ કર્યું. જણાવી દઈએ કે શરૂઆત માં તેઓ ફક્ત 50 રૂપિયા જ ફી લેતા હતા અને હવે સમય બદલાયો છે હાલમાં તેઓ 1 થી 1.25 લાખ રૂપિયા જેટલી ફી લે છે. જો કે હાલમાં તેઓ પતિ ઉદય ગજેરા સાથે ઘણું સુખી જીવન વિતાવી રહ્યા છે. પરંતુ જીવનના આ તબક્કા સુધી પહોચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *