Gujarat

હવામાન નિષ્ણાંત અંબાલાલ એ કરી આગાહી, ગુજરાત ના આ..

Spread the love

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) કરેલી આગાહીમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. જેઓ નક્ષત્રો આધારિત અને પોતાના વર્ષોના અનુભવને આધારે આગાહી કરવા માટે જાણીતા છે. જેમણે તારીખ 17 ઓગસ્ટથી એટલે કે મંગળવારથી દક્ષિણ ગુજરાતથી વરસાદની એન્ટ્રી થશે તેવું જણાવ્યું હતું. 18 અને 19 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે આ વરસાદનું વહન આગળ વધશે. 21થી 23 ઓગસ્ટમાં પણ વરસાદ (rain) થવાની શક્યતા રહેશે. જે બાદ ફરી 25 થી 28 ઓગસ્ટમાં પણ વરસાદની શક્યતા રહેશે.

પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો તેમજ સમગ્ર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે પરંતુ વરસાદ એકધારો નહીં પડે. કોઈ ભાગમાં પડશે કોઈ ભાગમાં નહીં પણ પડે. આ બધામાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેમજ પૂર્વ મધ્ય ગુજરાતના પંચમહાલ ભાગમાં સારો વરસાદ પડશે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, પાલનપુર, મહેસાણાના ભાગો, બેચરાજી, સમી, વગેરે ભાગોમાં વરસાદ પડશે, તેમજ સુરેન્દ્રનગર ભાગોમાં કેટલાક સમયથી વરસાદ નથી તેવા પાટડી, દસાડા સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે. રણ પ્રદેશમાં ઝીંઝુવાડા, કચ્છ સહિતના એરિયામાં વરસાદ ઓછો થશે. મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડશે. જેથી આહવા, ડાંગ સહિતના દક્ષિણના ભાગોમાં વરસાદ (rain) રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું હતું.

આગાહી કરતા અંબાલાલ પટેલે (Ambalal Patel) કહ્યું કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરનું વહન સક્રિય થતું ન હતું, હવાનું દબાણ આ પહેલા નહોતા પરંતુ હવે સક્રિયતા વધી છે. આજથી ચોમાસુ શરૂ થઈ જાય છે. વરસાદ ખેંચાવાથી ખેડૂતો ચિંતામાં આવી ગયા હતા. કેટલાક ઉભા કૃષિ પાકો મુરઝાય છે પરંતુ હવેના વરસાદથી સરવાઈવ થઈ શકશે. પાકોનું પુનઃ વાવેતર પણ થઈ શકશે. શરૂઆતનું ચોમાસુ નિષ્ફળ જતા ખરીફ પાકોને નુકશાન થયું છે. વરસાદમાં રવી પાકો સારા થવાની શક્યતા છે. એમાં ભાલ જેવા ભાગમાં અથવા બિન પિયત ભાગોમાં ચણા અને બીનપિયત ઘઉં સારો થશે. તેલીબિયા પાકોમાં રાયડો સારો થશે. 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી વરસાદનું પાણી સારું નહિ રહે. જે બાદ સારું રહેશે. 25 ઓકટોબર પછીનો વરસાદ થતાં કપાસની રૂની ક્વોલિટી બગડશે

અંબાલાલ પટેલે (Ambalal Patel) વધુમાં કહ્યું કે, 17 અને 18 ઓગસ્ટે બારડોલી, સુરત વિસ્તારના ભાગમાં વરસાદ રહેશે. ત્યાર બાદ લગભગ બે-ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં 20 તારીખથી સારો વરસાદ પડશે. તારીખ 21થી 30 ઓગસ્ટ સુધીમાં પણ જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. તારીખ 25થી 28 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ માસના અંતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થશે. મેઘ જ્યાં ચડશે ત્યાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 13 સપ્ટેમ્બર 13થી ઓક્ટોબર સુધીમાં ભારે ગરમી રહેશે અને આ ગરમીના લીધે ધાન્ય પાકોની નિઘલ અવસ્થા સારી થશે. નિઘલ અવસ્થા નહીં હોય ત્યાં પિયત આપવું સારું રહેશે. વરસાદ પૃથક્ ભાગોમાં પડશે. વરસાદ ગયો નથી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *