Gujarat

વરસાદી માહોલ જોતા અંબાલાલ પટેલે આવનાર આટલા દિવસો માટે કરી ચોંકાવનારી આગાહી…આ તારીખે 12 મેઘ થશે ખાંગા…

Spread the love

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આખા ગુજરાત રાજ્યમાં જાને મેઘરાજા મન મૂકી દીધું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના અનેક એવા વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે, અમુક વિસ્તારોમાં ખુબ ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ધીરે થી મધ્યમ પડ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યું છે. વરસાદ આવતા ફક્ત ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પણ ખુશીનો માહોલ છવાય ગયો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય ગરમીના પ્રકોપથી તપી રહ્યું હતું.

ગુજરાત રાજ્ય પરના હવામાનને લઈને અનેક એવા હવામાન શાસ્ત્રીઓ દ્વારા અનેક આગાહીઓ કરવામાં આવી હતી જેમાંથી અનેક એવી આગાહીઓ સાચી પડી હોય તેવું લાગી રહ્યું છે. 27 જૂન બાદ વરસાદના જોરમાં વધારો થશે તે અંગે ગુજરાતના હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ જેવા અનેક હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરી હતી જે સાચી પડી રહી છે, એવામાં અંબાલાલ પટેલે આગળના દિવસો માટે કેવી કેવી આગાહી કરી છે તે અંગે જણાવીએ.

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં જ ચોમાસુ બેસવાની સંભાવના કરવામાં આવી હતી જે સાચી પડી હતી અને છેલ્લા એક બે દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોને વરસાદે રેલમછેલ કરી કાઢયા હતા. એવામાં આવનાર તારીખ 29 તથા 30 જૂન રાજ્યના હવામાનને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી હતી.29 તથા 30 જૂનના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં નદીના પાણી ભરાય શકે છે અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાય શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

જૂન માસના અંતમાં આવો ભારે વરસાદ આવી જતા અંબાલાલ પટેલ દ્વારા આવનાર જુલાઈ માસને લઈને પણ ખુબ મોટી આગાહી કરી દીધી છે,અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જુલાઈ માસની અંદર રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી શકવાની સંભાવના છે. ધોધમાર વરસાદ આવતા ગુજરાતની અનેક નદીઓમાં ઘોડાપુર આવશે તો અનેક એવા ડેમો ઓવરફ્લો થવાની સ્થિતિનું સર્જન થઇ શકે છે.અંબાલાલ પટેલના અનુસાર 8 જુલાઈ સુધી પાણીનો બોમ્બમારો થવાની શક્યતા છે જેથી જુલાઇ માસમાં પાણીનું સ્તર ઉચ્ચું આવશે અને ખેડૂટોને ખુબ મદદ રૂપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *