અંબાલાલ પટેલે સૌને રાહત આપી દેતા સમાચાર આપ્યા ! વરસાદને લઈને કરી દીધી આ મોટી આગાહી, આ દિવસ બાદ ધોધમાર…
જન્માષ્ટમી નો તહેવાર પણ ચાલ્યો ગયો છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર હવે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના અનેક જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમની આગાહી સાંભળીને ખેડૂતો ખુશખુશાલ થઈ જશે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ ખાબકશે. ખાસ કરીને 12મી તારીખ સુધી ધીમો અને સામાન્ય વરસાદ રહેશે અને 13મી તારીખ બાદ વરસાદનું જોર વધશે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે. એટલું જ નહીં ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.