Gujarat

અંબાલાલ પટેલે આપ્યા આફતના એંધાણ?? આવનારી આ તારીખો માટે કરી દીધી આ મોટી આગાહી… જાણી લ્યો આ આગાહી

Spread the love

હાલમાં ચારેબાજુ વરસાદી માહોલે જોર પકડ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં શનિવાર થી જ મેઘરાજા એ પોતાની મુશળધાર વરસાદ થી ચારેબાજુ પાણી પાણી જ કરી દીધું છે. આવી હાલતમાં ઘણી જગ્યાએ પૂરના દ્રશ્યો પણ સર્જાઈ ગયા છે. આમ તો તમે સમાચારમાં વચતા જ હશો કે કઈ રીતે મેઘરાજા પોતાનો કહેર સમગ્ર ગુજરાતમાં વરસાવી રહ્યા છે આ સાથે જ જુનાગઢ ના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જોઈને દરેક લોકો હચમચી ગયા છે. આમ હાલમાં તો વરસાદે જાણે કહેર વરસાવ્યો એમ જણાઈ રહ્યું છે.

આમ વધારે વરસાદ પડતાં પૂર ની સાથે સાથે ખેડૂતો એ પોતાના પાકને લઈને પણ રાતા પાણીએ રડવાના દિવસો આવી ગયા છે.સતત આવતા આવા વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી જોવા મલી આવ્યું છે તો ત્યાં જ સોસાયટીઓમાં અને રસ્તાઓમાં ઠેર ઠેર પાણી ના તળાવો જોવા મલી જાય છે. અને તમે ન્યૂજમાં જોતાં જ હશો કે આ વરસદમાં ઘણા લોકોને માનહાનિ નું નુકશાન પણ થયું છે. ઘણા ના ઘરમાં પાણી એ ડેરો નાખ્યો છે તો ઘણા લોકોની ગાયો, ભેસો અને કરો પણ પાણીના વહેણમાં તરતી જોવા મલી આવે છે.

ત્યારે આવા વરસાદી માહોલ ની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ ગુજરાતનાં હવામના ને લઈને એવી મોટી આગાહી કરી છે કે જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સારી જશે. જ્યારે મેહુલિયો પોતાનો કહેર વરસાવી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલ એ આવનાર દિવસો ને લઈને એક મોટી આગાહી રજૂ કરી છે. જેમાં અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આવનાર 30 દિવસોમાં ભરેથી અતિભારે વરસાદ આવી શકે છે.

જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ વધુમાં જણાવ્યુ હતું કે આવનારા દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. જેમાં 22 જુલાઇ થી 29 જુલાઇ ના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ બારોબાર નો જામી શકે છે. આ સાથે જ અંબાલાલ પટેલ એ જણાવ્યુ કે તારીખ 27,28 અને 29 જુલાઇના રોજ ભારે વરસાદ આવશે અને આ સાથે જ 26 જુલાઇ ના રોજ દરિયામાં ડિપ્રેશન આવતા ભારે વરસાદની સંભાવના સાચી સાબિત થઈ શકે છે.આમ આવનારા દિવસોમાં હજૂ પણ ગુજરાતમાં વરસાદી માહોલ બરોબર જામી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *