અંબાલાલ પટેલે વરસાદ ની કરી ચોંકાવનારી આગાહી. ગાજવીજ સાથે આ તારીખે ગુજરાત થશે પાણી-પાણી..જાણો તારીખ.
આપણા ગુજરાત મા છેલ્લા થોડા સમય થી બફારા નું પ્રમાણ વધેલું છે. ગુજરાત વાસીઓ માટે ફરી પાછા વરસાદ ના સારા સમાચાર આવેલા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી પાછી ગુજરાત માં વરસાદ ની મહત્વ ની આગાહીઓ કરી છે. અંબાલાલ પટેલે વરસાદ ની આગાહી કરતા જણાવ્યું કે, 30 ઓગસ્ટ અને 31-ઓગસ્ટ ના રોજ વરસાદ ના રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ છે.
30-ઓગસ્ટ થી 31-ઓગસ્ટ થી શરુ થતો વરસાદ નું આગમન સપ્ટેમ્બર મહિના ના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે તેવી હવામાન વિભાગ ના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઓગસ્ટ ના અંત સુધીમાં ગુજરાત ના મહત્વ ના વિસ્તાર એવા ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત વિસ્તાર માં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાત ની સાથે સંકળાયેલ અરબી સમુદ્ર અને બંગાળ ની ખાડી માં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના લીધે ગુજરાત માં વરસાદ નો માહોલ ફરી જમવાનો શરુ થશે. જેથી ગુજરાત વાસીઓ તહેવારો માં વરસાદી માહોલ ની મજા લઇ શકશે. 30-ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિના ના પહેલા અઠવાડિયા સુધી વરસાદ ની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે. સાથે સાથે જણાવ્યું હતું કે, 11-સપ્ટેમ્બર થી ગુજરાત માં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ સાથે ગુજરાત ના સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારો માં ધીમી ધારે વરસાદ પાડવાની સંભાવનાઓ છે. આમ ગુજરાત માં ફરી વરસાદી માહોલ જામવાને લીધે કેટલાક લોકો ખુશી ની લાગણી અનુભવી રહ્યા છે. તો કેટલાક લોકોને ડર છે કે જો ધોધમાર વરસાદ આવશે તો ફરી પાછું ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થશે. કારણ કે છેલ્લા એક બે રાઉન્ડથી ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોના ઘર માં પાણી ઘૂસી ગયા હતા. તંત્ર ને કેટકેટલી વાર કહેવા છતાં પણ તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપી શકતું હોતું નથી. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!