મેહુલ બોઘરા ને આવકારવા APP છે આતુર ! પરંતુ આ બાબતે મેહુલ બોઘરા એ જે કહ્યું તે સાંભળી ચોંકી જશે..
છેલ્લા થોડા સમયથી આખા ગુજરાતમાં એક નામ લોકોના મોઢે અને ગુજરાતની તમામ પાર્ટીઓના મોઢે ગુંજતું જોવા મળે છે. તે નામ છે વકીલ મેહુલ બોઘરા. કારણકે થોડા સમય પહેલા જ વકીલ મેહુલ બોઘરા પર એક ટી આર બી જવાન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મેહુલ બોઘરા ગંભીર રીતે જ ઘાયલ થયા હતા. મેહુલ બોઘરા ભ્રષ્ટાચાર વિરોધી લોકોની સામે કામ ચલાવીને સમાજને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
એવા માં મેહુલ બોઘરા ઉપર હુમલો થતા આજે ગુજરાતની તમામ પાર્ટીઓમાં મેહુલ બોઘરા નું નામ સંકળાવવા લાગ્યું છે. એટલે કે દરેક પાર્ટી મેહુલ બોઘરાના સ્વાગત માં આતુર છે. એવામાં મેહુલ બોઘરાએ પોતે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે હાલ તો તેને કોઈ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી. જો લોકો અને જાહેર જનતા ઇચ્છશે તો તે ગમે તે પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડશે. તેના સ્પષ્ટતા કરી કે 2022ની ચૂંટણીમાં તે ના તો કોઈ પક્ષ સાથે જોડાશો ના તો ચૂંટણીમાં ઉભો રહેશે.
અને કહ્યું કે જો જાહેર જનતા તેને કહેશે તો તે જરૂરથી પાર્ટીમાં જોડાશો. પરંતુ હાલ તો તેને એકેય પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી. તેને કહ્યું કે હાલ તો તે સમાજમાં જે ભ્રષ્ટાચાર ફેલાયેલો છે તેને દૂર કરવામાં પોતાનું ફોકસ કરી રહ્યા છે. મેહુલ બોઘરા જણાવે છે કે વકીલો પર વારંવાર હુમલાઓ થતા હોય છે. વકીલો પર થતા હુમલાઓનું એક બિલ પણ રજૂ કરવામાં આવેલું છે. જે બિલ હજુ સુધી પેન્ડિંગ અવસ્થામાં પડેલું છે.
મેહુલ બોઘરા કહે છે કે આ બિલ ઝડપથી પાસ થવું જોઈએ. કારણકે વકીલો પર વારંવાર હુમલાઓ થતા હોય છે. અને વકીલો ગંભીર ઈજાઓ થતી હોય છે. મેહુલ બોઘરાને આમ આદમી પાર્ટી દ્વારા ઘણો સમર્થન મળી રહ્યો છે. મીડિયા અહેવાલ મુજબ જાણવા મળ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલ ફરી પાછા ગુજરાત આવે ત્યારે કદાચ મેહુલ નું સન્માન પણ કરી શકે તેમ છે. મેહુલ જણાવે છે કે તે આમ આદમી પાર્ટીના વિચારધારા ઉપર જરૂર ચાલી રહ્યો છે પણ હાલમાં તો તે કોઈ પાર્ટીમાં જોડાય તેવી શક્યતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!