India

અમેરિકા- કિર્તીદાનભાઈ ગઢવી ના ગરબા કાર્યક્રમ મા ભારતીયો સાથે ભુરીયા પણ ગરબે ઝૂમી ઉઠ્યા. જુઓ ખાસ તસ્વીર.

Spread the love

26 તારીખના સોમવારના રોજ થી આખા ભારતમાં નવરાત્રી નો શુભ આરંભ થઈ ચૂક્યો છે. નવરાત્રીના નવ દિવસ ભારત દેશમાં વસતા લોકો માતાજીની પૂજા અર્ચના કરે છે. અને માતાજીના ગરબા લે છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષ કોરોના કાળ ચાલુ હોવાને લીધે ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા ના હતા. એટલે બે વર્ષની આતુરતાનો અંત આ વર્ષે આવ્યો છે. અને ઠેર ઠેર ગરબાનું આયોજન થયેલું જોવા મળે છે.

બઘી જ જગ્યાઓ પર પાર્ટી પ્લોટ માં ખેલૈયાઓ મન મૂકી ને ઝૂમી ઉઠ્યા છે. પહેલા જ દિવસે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. એવામાં ભારત દેશની બહાર વિદેશમાં પણ ગરબા નું આયોજન કરવામાં આવી રહ્યું છે. કિર્તીદાન ભાઈ ગઢવી ગાયક કલાકાર અવારનવાર વિદેશમાં જઈને લોકો ને કાર્યક્રમ આપતા હોય છે. હાલમાં કિર્તીદાનભાઈ ગઢવી અમેરિકામાં જઈને નવરાત્રિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ભારતવાસીઓને પોતાના ગરબે ઝુમાવી દીધા હતા.

કિર્તીદાનભાઈ ગઢવી નો કાર્યક્રમ અમેરિકાના કેન્યાસમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યાં કિર્તીદાન ભાઈ ગઢવીના કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં લેફ્ટનન્ટ ગવર્નર ડેવિડ ટોલેન્ડ પણ તેમના પરિવાર સાથે અહીં ગરબા રમવા આવ્યા હતા. કિર્તીદાનભાઈ ગઢવીના તાલે ગવર્નર પણ ત્યા ગરબે ઝૂમી ઊઠ્યા હતા. દરેક ગુજરાતીઓની સાથે અમેરિકામાં વસતા ભુરીયા પણ કિર્તીદાનભાઈ ના ગરબા ના તાલે નાચવા લાગ્યા હતા.

અને મન મૂકીને ખેલૈયાઓએ નવરાત્રીનો આનંદ માણ્યો હતો. કિર્તીદાનભાઈ ગઢવી પણ લોકોને ઝુમાવી ને ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. અને અમેરિકામાં પણ ગુજરાત જેવો માહોલ હોય ઉભો કરી દીધો હતો. અમેરિકામાં પણ ગુજરાતીઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે. થોડા સમય પહેલા જ વડોદરા ના એક ગાયક કલાકાર પણ વિદેશમાં જઈને ગુજરાતીઓને ગરબાના તાલે ઝુમાવી દીધા હતા. હાલમાં દેશમાં નવરાત્રીનો માહોલ ખૂબ જ જામી ચુકેલો જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *