‘પઠાણ’ મુવી ના વિરોધ ના વંટોળ વચ્ચે પાકિસ્તાન થી આ મુવી ના ગીત પર ડાન્સ નો વિડીયો થયો વાયરલ, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં રોજેરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર ડાન્સ ના અનેક વિડીયો નજરે આવતા હોય છે. હાલ માં આપણા ભારત માં ‘પઠાણ’ મુવી ને લઇ ને જબરદસ્ત વિરોધ ચાલી રહ્યો છે. એવામાં આ મુવી ના ગીત ને લઇ ને હાલ એક વિડીયો સામે આવ્યો છે.
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણના વિવાદાસ્પદ ગીત ‘બેશરમ રંગ’ પરનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ આ ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વ્યક્તિને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો માની રહ્યા છે. જેના કારણે તેઓ ડાન્સ કરી રહેલા આ વ્યક્તિની જબરદસ્ત મૂવ્સની મજાક ઉડાવી રહ્યા છે. ખરેખર, બિલાવલ ભુટ્ટો જેવા દેખાતા આ વ્યક્તિનું નામ મેહરોઝ બેગ છે, જે કરાચીમાં મીડિયા સાયન્સનો અભ્યાસ કરે છે.
પાકિસ્તાની લેખક તારિક ફતેહે વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં દેખાતા વ્યક્તિને બિલાવલ ભુટ્ટો તરીકે લખ્યું છે, ‘પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જે કરી શકે છે તે કરી રહ્યા છે.’ મેં અસલ વીડિયો શેર કર્યો છે. આ વાયરલ વિડિયો ઈનાયા ખાન નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. આ વીડિયોમાં તે બિલાવલ જેવા દેખાતા યુવક મેહરોઝ સાથે ડાન્સ કરી રહી છે. વીડિયોની સાથે લખેલા કેપ્શનમાં લખ્યું છે કે આ ડાન્સ પરફોર્મન્સ ઇનાયાની બહેનના વેડિંગ ફંક્શનનું છે.
Pakistan is in safe hands of leaders like Billawal Bhutto…they want Kashmir…
😀😀 pic.twitter.com/LSKgeuB01d— ƤƦAƔЄЄƝ ƲƝƖƳAԼ (@ImPraveenUniyal) January 21, 2023
આમ આ વિડીયો જોઈ ને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એકબાજુ આ મુવી નો જબરદસ્ત વિરોધ નો વંટોળ ચાલી રહ્યં છે. લોકો સિનેમા ઘરો માં જઈ ને પણ આ મુવી ને રિલીઝ ના કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!