અમરેલી ના આ પોલીસ જવાને પોતાના લગ્ન માં બનાવી 27-પેજ ની કંકોત્રી! જેમાં એવી માહિતી આપી કે જાણી ને તમે, જાણો વિગતે.
હાલ આપણા ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ભારત અને ગુજરાતમાં પણ લગ્નની સિઝન શરૂ હોય લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક અલગ કરતા હોય છે. હવે કંકોત્રી માં પણ અવનવી વેરાઈટી માં જોવા મળે છે. લોકો કંકોત્રીને પણ ખૂબ જ અનોખી રીતે પ્રસ્તુત કરતા હોય છે. એવી જ એક કંકોત્રી હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેના થકી તમે ગુનાખોરી તત્વથી બચી શકશો.
વધુ વિગતે વાત કરવામાં આવે તો નયનભાઈ બાવચંદભાઈ સાવલિયા કે જેઓ સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના રહેવાસી છે. તેમના લગ્ન સાત ફેબ્રુઆરીના રોજ યોજવાના છે. તેમની પત્ની ધારા બહેન કે જે અમરેલી હેડ કોટરમાં પોલીસ તરીકેની ફરજ બજાવે છે તો નયનભાઈ કે જેઓ સાયબર ક્રાઇમ માં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. બંનેના લગ્ન આગામી સાત તારીખના રોજ યોજવાના હોય નયનભાઈએ તેના લગ્નની કંકોત્રી ટોટલ 27 પેજ ની છપાવી હતી.
જેમાં નયન ભાઈએ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન હેઠળ લોકો ને અનેક માહિતી આપી હતી કે કઈ રીતે લોકો ઠગાઈ કરતા હોય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય. નયનભાઈ અને તેની મંગેતર ધારાએ ટ્રેડિશનલ ડ્રેસમાં પહેલા ફોટોશૂટ કરાવ્યું હતું અને તેના ફોટા પણ કંકોત્રીમાં જોવા મળે છે. 27 પાના ની કંકોત્રીમાં કંકોત્રી ના પેજ નંબર સાત ઉપર તેમણે સાયબર ક્રાઇમ એટલે શું તેમજ સાયબર ક્રાઇમ થવા પાછળના કારણો વિશે લોકોને માહિતગાર કર્યા હતા.
ત્યારબાદ સોશિયલ મીડિયા થકી નવા નવા મિત્રો બનાવવા અને તેની સાથે ઠગાઈ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો તેનાથી લોકોને જાણ કરી હતી. આ ઉપરાંત તેને કંકોત્રીમાં સોશિયલ મીડિયા સિક્યુરિટી, ચાઈલ્ડ ફોટોગ્રાફી, મોબાઈલ સિક્યુરિટી વગેરે લઈને લોકોનું ધ્યાન દોર્યું હતું અને કંકોત્રીમાં જણાવ્યું હતું કે જો તમે સાયબર ફ્રોડનો શિકાર બનો છો તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી શકો છો.
અને નાણાકીય ફ્રોડ નો શિકાર બનો તો પણ આ જ નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકો છો અને સાયબર સેલ દ્વારા તુરંત કાર્યવાહી કરીને તમને નાણા પણ પરત અપાવી શકે છે. લોકો ને આ કંકોત્રી માંથી ઘણી બધી માહિતી મળી રહી છે. આમ આ અનોખી કંકોત્રી જોઈને લોકો પણ આ કંકોત્રીના ખૂબ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!