Entertainment

અમિતાબ બચ્ચન દીકરાની ફિલ્મની સફળતા ની પ્રાથના કરવા માટે કઈક આવી રીતે સિધ્ધી વિનાયક મંદિરે બાપ્પા ના દર્શન કરવા માટે પહોચ્યા… જુવો વિડિયો

Spread the love

બોલિવુડના મહાનાયક અમિતાબ બચ્ચન ભગવાન ગણપતિ માં બહુ જ ઊંડી આસ્થા ધરાવે છે. હાલમાં જ બિગ બી મુંબઈ ના સિધ્ધિવિનાયક મંદિર માં ગણપતિ બાપ્પા ના આશીર્વાદ મેળવવા માટે પહોચ્યા હતા. બિગ બી અભિષેક બચ્ચન ની ફિલ્મ ઘુમર ની રિલિજ પહેલા જ ભગવાન ના દર્શન મેળવવા માટે સિધ્ધિવિનયક મંદિરમાં પહોચ્યા હતા. જેનો એક વિડીયો હાલમાં સામે આવી રહ્યો છે આ વાઇરલ થઈ રહેલ વિડિયોમાં તમે અમિતાબ બચ્ચન ને મંદિરમાં દર્શન કરવા માટે જતાં જોઈ શકો છો.

વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે અમિતાબ બચ્ચન વ્હાઇટ કલર ના કુર્તા પાયજામા માં નજર આવી રહ્યા હતા. આ સાથે જ તેમણે આ કુર્તા પાયજામા ની સાથે શોલ પણ લીધી છે. આ વચ્ચે અભિનેતા અમિતાબ બચ્ચન ની સુરક્ષાનો પણ ખાસ ખ્યાલ રાખવામા આવ્યો હતો. જ્યાં મુંબઈ પોલીસના જવાનો તેમની સાથે નજર આવ્યા હતા. જ્યાં મહાનાયક ને ખુલ્લા પગે મંદિરની અંદર જતાં નજર આવ્યા હતા.

18 ઓગસ્ટના રોજ કાલે અમિતાબ બચ્ચન ના દીકરા અને અભિનેતા અભિષેક બચ્ચન ની ફિલ્મ ‘ ધૂમર ‘ મોટા પડદે દસ્તક આપવા જય રહી છે. માનવામાં આવી રહ્યું છે કે અમિતાબ બચ્ચન ના દીકરા ની ફિલ્મ ની કામયાબી ની પ્રાથના કરવા માટે સિધ્ધિવિનાયક મંદિર પહોચ્યા હતા અને ગણપતિ બાપ્પા ના દર્શન કર્યા હતા. જોકે અમિતાબ બચ્ચન એ મંદિરમાં જવાના કારણ નો ખુલાસો કર્યો નથી. અમિતાબ બચ્ચન ગણપતિ બાપ્પા ના બહુ જ મોટા ભક્ત  છે.

તે દર વર્ષે ગણપતિ ઉત્સવના અવસર  પર અભિનેતા ગણપતિ ની મુર્તિ ને પણ વિરાજિત કરે છે. અને બહુ જ મોટા પાયે  ધામધુમથી તેમનું વિસંર્જન પણ કરતાં હોય છે. તમને જણાવી દઈએ કે ધૂમર ફિલ્મ ને હજુ હાલમાં જ ઇંડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન 2023 માં સ્ટેડિંગ ઓવેશન મળ્યું હતું. ફિલ્મમાં અભિષેક બચ્ચન ની સિવાય સૈયમી, ખેર, શબાના આજમી અને અંગદ બેદી પણ છે. આ ફિલ્મ કાલે સિનેમાઘરોમાં રિલિજ થશે. આમાં અભિષેક એક કોચ નો કિરદાર નિભાવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *