રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે થઇ છે એક મહત્વપૂર્ણ સમજૂતીઓ…જાણો વિગતે
વિશ્વ મા આજકાલ માં જો સૌથી મહત્વપૂર્ણ કોઈ સમાચાર હોય તો તે છે રશિયા અને યુક્રેન વચ્ચે નું યુદ્ધ. રશિયા દ્વારા યુક્રેન પર તાબડતોડ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ બને દેશૉ ના યુદ્ધ ની આખા વિશ્વ માં ખુબ જ માઠી અસરો પડી રહી છે. ભારત પણ આમાંથી બાકાત રહેતુ નથી. યુક્રેન પર હુમલાઓ થી ભારત ની ચિંતા માં પણ વધારો થઇ રહ્યો છે. આખા વિશ્વ માં રશિયા ખાતર ના ઉત્પાદન માં મોખરે છે. પણ વિશ્વ ના પ્રતિબંધો ને લીધે રશિયા ખાતર ને બજાર માં મોકલતી નથી.
ભારત કૃષિપ્રધાન દેશ છે એવામાં ખાતર ભારત માટે ખુબ જ જરૂરી છે. તમેં જાણો છો કે ભારત અને રશિયા વચ્ચે ખુબ જ જૂની મિત્રતા છે. એવામાં ભારત અને રશિયા વચ્ચે ખાતર ને લઇ ને બહુ મોટી સમજૂતી થઇ ચુકી છે. અમેરિકા સહિત કેટલાય દેશો એ રશિયા સાથે વેપાર બંધ કરેલો છે. એવામાં વૈશ્વિક બજાર માં રૂપિયા વિનિમય માટે ડોલર થી ખરીદી આવશ્યક છે પરંતુ અમેરિકા ના પ્રતિબંધો ને કારણે ડોલર થી ખરીદી થઇ શકતી નથી. અમેરિકા દ્વારા ભારત ને કેટલીવાર કહેવામાં આવ્યું કે તે રશિયા સાથે વેપાર ન કરે.
પણ ભારતે સ્પષ્ટ કરી દીધું કે તેના આર્થિક હિતો માટે તે રશિયા પાસે થી માલ ની ખરીદી કરશો. આને લીધે રશિયા ભારત માટે ખાતર ની નિકાસ કરશો અને ભારત સામે તેને ખાતર ની કિંમત ચુકવવાને બદલે રશિયા માટે આવશ્યક વસ્તુ જેવી કે ચા, ઉદ્યોગો માટે કાચો માલ, ઓટો સ્પેરપાર્ટ્સ વગેરે ની નિકાસ રશિયા માં કરશે.
ખાતર ના સોદા ને લઈને ભારત અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી માં વાતચીત થઇ હતી. ભારત દ્વારા ખાતર ના ભાવ માં ઘટાડો કરવામાં કહેવામાં આવી રહ્યું હતું. જો કે હવે આ વાત અંતિમ સ્ટેજ પર છે. આ સાથે જ મોદી સરકારે ખેડૂતો ને રાહત મળે તે માટે પહેલા થી જ ખેડૂતો ને ખાતર માં સબસીડી આપવામાં આવશે તેવી જાહેરાત કરી દીધી છે. સરકાર ખેડૂતો માટે 1.10 લાખ કરોડ રૂપિયા ની સબસીડી આપશે તેવી જાહેરાત કરી દિઘી છે.
બીજી તરફ જાણવા મળ્યું કે, કેટલીક ભારતીય કંપનીઓ જેમાં ધ નેશનલ ફર્ટીલાઇઝર લિમિટેડ, મદ્રાસ ફર્ટિલાઇઝર લિમિટેડ, રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ, ઇન્ડિયા પોટાશ લિમિટેડ વગેરે કંપનીઓ રશિયા ની કંપની સાથે સોદો કરવા જય રહી છે. આ પહેલા ભારતે રશિયા પાસેથી કાચું તેલ પણ ખરીદ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!