લંડન માં રહેતા ભારતીય ને પ્લેન ભાડે ન મળતા યુવાન થયો ગુસ્સે. ગુસ્સા-ગુસ્સા માં કરી નાખ્યું એવું કામ કે..વાંચો વિગતે.
ભારતીય લોકો એવા લોકો છે કે જે વિદેશના કોઈપણ વ્યક્તિ ના કરી શકે તે એક ભારતીય કરી શકે છે. આજે વિદેશના હરેક ખૂણામાં હરેક દેશમાં એક ભારતીય વસે છે. અને ભારતના નામના ડંકો વગાડી રહ્યો છે. આપણા ભારતીય લોકો ઓછા ખર્ચા માં મોટુ કામ કરી બતાવતા હોય છે. એક ભારતીય કે જેનું મૂળ વતન કેરળ રાજ્ય છે. તે હાલમાં વિદેશમાં રહે છે. અશોક તારમક્ષન નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે લંડન માં રહે છે અને તેને તેના લગ્ન ઈન્દોરની કન્યા અભિલાષા દુબે સાથે થયા છે. હાલમાં તેને બે બાળકો છે.
અશોક ની વાત કરીએ તો તે કુશળ પાયલોટ અને સાથે સાથે એન્જિનિયર પણ છે. 38 વર્ષનો અશોક અને તેની 35 વર્ષીય પત્ની અભિલાષા દુબે અને તેને છ વર્ષની દીકરી તારા અને ત્રણ વર્ષની દીકરી દિયા છે. અશોકે એવું કામ કરી બતાવ્યું છે કે જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે. અશોકે પોતાની જાતે માત્ર બે વર્ષમાં એક ખાનગી પોતાનું પ્રાઇવેટ પ્લેન તૈયાર કરી નાખ્યું. આ પ્લેન તૈયાર કરવામાં તેની પત્ની અભિલાષ અને તેને બે પુત્રીઓએ સાથ આપ્યો હતો. અશોક એન્જિનિયર હોવાને લીધે તેને પ્લેન તૈયાર કરવામાં ખૂબ જ નોલેજ હતું. આ માટે તેને નિષ્ણાંતો નો સહારો પણ લીધો હતો. અશોક જણાવે છે કે કોરોના કાળ દરમિયાન તેને એક ભાડે પ્લેન જોતું હતું પરંતુ કોરોના કાળ હોવાથી તેને પ્લેન ભાડે મળી શક્યું ન હતું.
આથી અશોક એ પોતાની જાતે જ પોતાની રીતે પ્લેન બનાવવાનો નિર્ણય લીધો. અને 18 મહિનાની મહેનત બાદ ચાર સીટર પ્લેન તૈયાર કર્યું. આ પ્લેન ની કિંમત 1.80 કરોડ રૂપિયા છે. પ્લેન વિશે વાત કરીએ તો વિમાનની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક છે. તેનું વજન 520 કિલોગ્રામ છે. જ્યારે તેને ક્ષમતા 950 કિલો ગ્રામ છે. અશોકે તૈયાર કરેલ પોતાના પ્રાઇવેટ પ્લેન લઈને અત્યાર સુધીમાં 86 કલાક ની ઉડાન ભરી છે. તે એક લીટર સાદા પેટ્રોલ થી 10 કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે
અશોક કહે છે કે 2018 માં તેની પત્ની નો જન્મદિવસ હતો ત્યારે તેને પ્લેન રાઇટ ગિફ્ટ કરી હતી આ દરમિયાન અશોકે પાયલોટની સાથે બે કલાક સુધી પ્લેન ઉડાવ્યું અને પ્લેન ઉડાવવાની તમામ બાબતો શીખી લીધી હતી. અને તેને એક વર્ષમાં લગભગ 9 પરીક્ષા પાસ કરી અને 45 km ની ઉડાન ભરીને ખાનગી પાયલેટ નું લાયસન્સ મેળવ્યું હતું. અશોકે જણાવ્યું કે તેના પ્રાઇવેટ પ્લેનમાં તેને સૌ પ્રથમ 7 ફેબ્રુઆરી 2022 ના રોજ પ્રથમ ઉડાન ભરી હતી જેમાં તેને તેના પરિવાર સાથે જર્મની, ઇટાલી અને ફ્રાન્સ જેવા દેશનો પ્રવાસ કર્યો હતો. અશોક જણાવે છે કે આ પ્લેન ઉડાવવા માટે કાર ને ચલાવવા જેટલો જ ખર્ચ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!