ગુજરાત ના ખેડૂતો માટે લડનાર નેતા વિઠ્ઠલ રાદડિયા ની રસપ્રદ કહાની. ખેડૂતો માટે ભગવાન સમાન…વાંચો વિગતે.
ગુજરાતમાં ઘણા એવા નેતા હતા કે જેને ખેડૂતો માટે અને ગરીબ લોકો માટે ઘણું કામ કરેલું હતું. આજે ભારત અને ગુજરાતમાં આવેલા ગામડામાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અને તે લોકો પોતાનું અને પરિવારનું ગુજરાત પણ ખેતી કરીને જ ચલાવતા હોય છે. ભારતમાં ખેડૂતોને જગતનો તાત ગણવામાં આવે છે. ગુજરાતના ગામડામાં વસતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોય એવા વ્યક્તિ એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા. વિઠ્ઠલભાઈ પોતાના જીવન દરમિયાન ખેડૂતો માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.
ગુજરાતના છોટે સરદાર વિશે જેવો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન હતા. વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખેડૂતોનું જીવન ખુશ ખુશાલી થી ભરી દીધું હતું. વિઠ્ઠલભાઈ રાદડિયા 61 વર્ષની વયે અવસાન પામ્યા હતા. પરંતુ તેને જે ખેડૂતો માટે કામ કરેલું છે તેવું કામ ભાગ્ય જ હવે કોઈ કરી શકે. રાદડિયા રાજનીતિમાં આવ્યા હતા ત્યારથી તેને હંમેશને માટે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. વધુ વાત કરીએ તો ખેડૂતોને અકસ્માત વીમા અપાવવાની શરૂઆત વિઠ્ઠલભાઈએ કરાવી હતી. વિઠ્ઠલભાઈ એક ખેડૂતોના મોટા નેતા હતા. ગુજરાતમાં વસતા ખેડૂતોને વિઠ્ઠલભાઈ રાદડિયા એ ક્યારેય દુઃખી થવા દીધા નથી. તેમના જે કંઈ પ્રશ્નો હતા તે તેઓ ઝડપથી હલ કરતા હતા.
ખેડૂતોના તાત ગણાતા રાજનેતા વિઠ્ઠલભાઈ નો જન્મ 8 નવેમ્બર 1958 ના રોજ જામકંડોરણામાં થયો હતો. તેઓ જીવનભર ખેડૂતોના અર્થે કામ કરતા રહ્યા હતા. અને ખેડૂત સમાજના જીવનના પાયામાં વિઠ્ઠલભાઈ હતા. વિઠ્ઠલભાઈ નું નામ પોતાના સમાજ લેવા પટેલમાં ખૂબ આગળ પડતું હતું. રાજનેતા ઉપરાંત સમાજમાં પણ અનેક પદ પર સેવા આપી હતી. અને અનેક દાન ધર્મના કાર્યો કર્યા હતા. વિઠ્ઠલભાઈ રાદડિયા વર્ષ 2014 થી વર્ષ 2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચૂક્યા હતા.
વિઠ્ઠલભાઈ રાદડિયાએ જામકંડોરણા તાલુકાના પંચાયતના પ્રમુખ તરીકે થી પોતાની કારકિર્દીશ ની શરૂઆત કરી હતી. ત્યાંથી તેઓ ધારાસભ્ય અને સાંસદના પદ સુધી પહોંચ્યા હતા. વિઠ્ઠલભાઈ એવા વ્યક્તિ હતા કે જેને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીમાં કામ કર્યું હતું. છતાં પણ તેઓ વિજય થતા હતા. એટલે કે વિઠ્ઠલભાઈ નું વ્યક્તિત્વ ખુબ જ સારું હતું. તેઓ પોતાના વતન જામકંડોરણામાં 45 વીઘામાં ગૌશાળા ચલાવતા હતા. વિઠ્ઠલભાઈ બીએ ની ડિગ્રી સુધી અભ્યાસ કરેલો હતો. રાજનીતિમાં આવતા પહેલા તે એક સામાજિક કાર્યકર્તા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!