Gujarat

‘હાથમાં છે વિસ્કી અને આંખો માં પાણી’ ગીત થી પ્રસિદ્ધ ‘જીગ્નેશ બારોટ’ આ નાના એવા ગામના છે. માત્ર 13-વર્ષ ની વયે…

Spread the love

ગુજરાતમાં આવેલા ડાયરા ના કલાકાર તથા સંગીતના કલાકારો આજે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જઈને પોતાના કાર્યક્રમો કરતા હોય છે. ગુજરાતના કલાકારો આજે ખૂબ જ નામ કમાઈ ચૂક્યા છે. જ્યારે તેમના લોકોનો કાર્યક્રમ હોય ત્યારે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. એવા જ એક કલાકાર ગુજરાતી ફિલ્મ જગતના એટલે જીગ્નેશ બારોટ. જીગ્નેશ બારોટ નો જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે તેના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જીગ્નેશ બારોટ આજે છે સ્થાને પહોંચેલા છે તે સ્થાન પર પહોંચવા તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વધુ વિગતે જાણીએ તો…

કવિરાજ જીગ્નેશ બારોટ નો જન્મ વર્ષ 1988 ના સપ્ટેમ્બર માસના ત્રીજી તારીખે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો. જીગ્નેશ બારોટ ના પિતા હસમુખભાઈ બારોટ તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા અને કાકા પણ સંગીતના ક્ષેત્રમાં ખૂબ જ જોડાયેલા હતા. નાનપણથી જીગ્નેશ બારોટને સંગીતમાં અને ભજનના પ્રોગ્રામમાં ખૂબ જ રસ હતો. જીગ્નેશ બારોટ એ માત્ર આઠ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. નાનપણથી તેમનું જીવન ગરીબી માં વીતી હતું. જીગ્નેશભાઈના ઘરવાળાને ઈચ્છા હતી કે તેમનો દીકરો ભણી ગણીને મોટુ નામ કરે. પરંતુ જીગ્નેશભાઈ ને ભણવામાં બહુ ઝાજો રસ હતો નહીં.

માત્ર ૧૩ વર્ષની વયે જ જીગ્નેશ ભાઈએ ગાવાનું શરૂ કરી દીધું હતું. તેમની કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો તેઓ 13 વર્ષના હતા ત્યારે તેમના ગામમાં એક લગ્ન પ્રસંગ નું આયોજન કરવામાં આવેલ હતો. ત્યારે કમલેશભાઈ નામના એક વ્યક્તિએ જીગ્નેશભાઈ ને ગીત ગાવા કહ્યું હતું. ત્યારે જીગ્નેશભાઈ તક ઝડપીને મણીરાજ બારોટનું પોતાનું પ્રિય ગીત લીલી તુવેર સુકી તુવેર ગીત ગાયું હતું. આ ગીત કમલેશભાઈ ને એવું એટલું બધું પસંદ આવ્યું કે ત્યારબાદ તેઓએ તેમને સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. અને પોતાના સ્ટુડિયોમાં ગીત ગાવા માટે મોકો આપ્યો હતો. જીગ્નેશભાઈ ની કારકિર્દીની સૌપ્રથમ ઓડિયો કેસેટ ‘દશામાની મહેર’ હતી. આ કેસેટ લોકોને ખૂબ જ પ્રિય હતી. લાખોની સંખ્યામાં આ ઓડિયો કેસટ વહેંચાઈ હતી. બસ ત્યારથી જીગ્નેશભાઈની કારકિર્દીની શરૂઆત થઈ ચૂકી હતી.

જીગ્નેશભાઈ ગુજરાતના અનેક બીજા કેટલાક એવા કલાકરો જેમાં વિક્રમ ઠાકોર, ગમનભાઈ સાંથલ અને કિંજલ દવે સાથે અનેક ગીતો અને ડાયરાઓ કરેલા છે. જીગ્નેશભાઈ તેમના દેશભક્તિના ગીતો માટે ખૂબ જ જાણીતા છે હાથમાં છે વિસ્કી અને આંખો માં પાણી કવિરાજ ના આ ગીત આજે પણ લોકોના મનમાં ઘર કરી ગયું છે લગ્ન પ્રસંગમાં પણ આજે લોકો આ ગીત વગાડતા હોય છે.

ગરમીમાંથી જીવન પસાર જીગ્નેશભાઈ બારોટ આજે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. તેની પાસે એકથી એક ચડિયાતી કારો છે જેમાં innova અને fortuner જેવી લક્ઝરીયસ કારોનો પણ સમાવેશ થાય છે. જીગ્નેશભાઈ નું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દુબઈના હબીબી અને આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ જ નામ છે ત્યાં વસતા ગુજરાતીઓમાં જીગ્નેશભાઈ બારોટ પ્રિય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *