24-કલાક પંચર ની દુકાન પર કામ કરી પરિવાર ના પેટ નો ખાડો પુરે છે આ મહિલા. સ્થિતિ જાણી રડી પડશે..વાંચો વિગતે.

આપણા ભારતમાં જૂના જમાના થી સ્ત્રીઓ પ્રત્યે ઘણા જ કુરિવાજો જોવા મળે છે. ખાસ કરીને અત્યારના સમયમાં હજુ પણ ભારતમાં એવા કેટલાય ગામડાઓ છે. કે જ્યાં સ્ત્રીઓ પ્રત્યે આ કુરિવાજો હજુ સુધી ઘર કરી ગયા છે. સ્ત્રીઓ ને ખાસ કરીને ઘરની ચાર દીવાલમાં જ રાખવામાં આવતી હોય છે. આજકાલ સરકારના પ્રયાસો સ્ત્રીઓ પણ પુરુષોની સાથે કદમ થી કદમ મિલાવતી જોવા મળે તે મળે છે. સ્ત્રીઓ હરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપતી જોવા મળે છે. એવી એક સ્ત્રીની કહાની સામે આવી છે જેને સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે.

ભારતના તેલંગાણા રાજ્યમાં રહેતી આદિ લક્ષ્મીની આ એક કહાની છે. આદિ લક્ષ્મી નામની સ્ત્રી પોતાના પતિની સાથે પંચરની દુકાન ચલાવે છે. આદિલક્ષ્મી કહે છે કે જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ તે લોકોના પરનું દેવું વધવા લાગે છે. આ માટે તેને તેના પતિની સાથે પંચરની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. આધ્યક્ષ્મી તેલંગાના કોઠા ગુડ ડેમ જિલ્લાના સુધાનગરમાં તેના પતિ અને બે દીકરીઓ સાથે રહે છે. અને તેના પતિ વીરભદ્ર કે જે પંચની દુકાન ચલાવે છે.

આદિલક્ષ્મી પણ પતિની સાથે કદમ થી કદમ મિલાવતી જોવા મળે છે. તે એક કુશળ વેલ્ડર અને મેટલ ફ્રેમ ફેબ્રિકેટર છે એકથી વધુ એક્સલ વાળા ટ્રક્કો ના વિશાળ પૈડા ખોલવા અને ફીટ કરવા એ આજે આદિલક્ષ્મી નો ડાબા હાથનો ખેલ છે. આદિલક્ષ્મી કહે છે કે ત્રણ વર્ષ પહેલા તેના પતિએ ટ્રક રીપેર કરવાની શોપ ખોલી હતી. પરંતુ પૈસાની ખૂબ જ અછત હતી માટે શોપ કરવા માટે તે લોકોએ પોતાનું ઘર ગીરવે રાખવું પડ્યું હતું.

આદિ લક્ષ્મી જે વિસ્તારમાં રહે છે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ખાણ કામનું સૌથી વધુ કામ ચાલતું હોય છે. આથી ભારે ટ્રકો અને અન્ય ભારે વાહનોની અવરજવર તે રસ્તા પર સતત રહે છે. આથી આદિલક્ષ્મી તેના પતિ સાથે 24 કલાક પંચરની દુકાન ખુલ્લી રાખે છે. મોટા મોટા ટાયરોને ખોલીને તથા તેનું પંચર કરીને થોડાક જ સમયમાં ફીટ પણ કરી દે છે. આમ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આદીલક્ષી પતિની સાથે કામ કરતી જોવા મળે છે. તે કહે છે કે તેની બે પુત્રીને જો સરકાર તરફથી કોઈ ભણવામાં સહાય મળી રહે તો તેની પુત્રીને આગળ ભણાવવા માંગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.