પાકિસ્તાન ની રૂપાળી યુવતી ના પ્રેમ-જાળ માં ફસાણો ભારતીય જવાન. જવાને કરી દેશ સાથે ગદ્દારી કર્યું એવું કે…
ઘણા ભારતીય યુવાનો નું સપનું હોય છે કે તે ભારતીય સેનામાં જોડાય ને દેશ ની રક્ષા કરે. આ માટે યુવાનો તનતોડ મહેનત કરતા હોય છે. રાત દિવસ એક કરીને ભારતીય સેનામાં જોડાતા હોય છે. પરંતુ કેટલાક સેનાના જવાનો ક્યારેક હનીટ્રેપ નો શિકાર થઇ જતા હોય છે. હનીટ્રેપ નો એવો જ એક કેસ સામે આવ્યો છે. રાજસ્થાન માં પોસ્ટેડ એક સેનાના જવાને ઘણી માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ને આપી હતી.
વધુ વિગતે જાણીએ તો આરોપી જવાન શાંતમય રાણા જે રાજસ્થાન માં પોસ્ટેડ હતો. રાજસ્થાન ની પોલીસ ઇન્ટેલીજન્ટ સેલ ઘણા સમય થી આના પર વોચ રાખી રહી હતી. 24-વર્ષ ના આ જવાન ની રાજસ્થાન ની પોલીસ ઇન્ટેલીજન્ટ સેલે જાસૂસી ના ગુનામાં ધરપકડ કરી છે. જાણવા મળ્યું કે, આ જવાન પાકિસ્તાની મહિલા એજન્ટ ના સંપર્ક માં હતો. તે મહિલાઓ ના પરિચય આપતા તેણે ગુરુનુંર કૌર ઉર્ફે અંકિતા અને નિશા નામની બે મહિલાઓ ના નામ આપ્યા હતા.
આ મહિલા ઓ ને જવાન તેની રેજિમેન્ટ સૈનિકો ની ગોપનીય માહિતી આપતો હતો સાથે સાથે સેના ની એક્સરસાઇઝ ના વિડીયો આ પાકિસ્તાની મહિલાઓ ને સેન્ડ કરતો હતો. આના બદલામાં તેને પૈસા પણ આપવામાં આવતા હતા. પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રા એ આ બાબતે કહ્યું કે, આ જવાને ઘણા બધા વિડીયો અને ગુપ્તચર માહિતી મોકલાવી હતી.
ઉમેશ મિશ્રા દ્વારા જાણવા મળ્યું હતું કે, આરોપી જવાન નું કહેવું છે કે તે મહિલા અંકિતા એ તેને ઓળખ આપતા કહ્યું હતું કે તે ઉત્તરપ્રદેશ ની મિલેટ્રી એન્જીનીયરીંગ સર્વિસ માં પોસ્ટેડ છે. જયારે બીજી મહિલા નિશા એ કહ્યું હતું કે, તે મિલેટ્રી નર્સિંગ સર્વિસ માં છે. આમ ખોટી માહિતી આપી ને બધી માહિતી જવાન પાસેથી લીક કરાવવામાં આવતી હતી. શાંતમય રાણા 2018 ના વર્ષ માં ભારીતીય સેનામાં જોડાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!