BCA પાસ યુવતી ના માતા 12-વર્ષ પહેલા મૃત્યુ પામ્યા પિતા પથારીવશ છે યુવતી એ ઘર નું ગુજરાત ચલાવવા કર્યું એવું કે…
આજના જમાના માં ઘણા લોકો એવા છે કે કાંતો તે લોકો નસીબ ના સહારે જીવતા હોય છે કાંતો તેને કઈ કામ ધંધો કરવો હોતો નથી. આજકાલ ના યુવાન છોકરા કઈ કામ કરવાને બદલે ફાલતુ ખર્ચ કરવામાં પૈસા વેડફી નાખતા હોય છે. પરંતુ અમદાવાદ માં રહેતી 21-વર્ષીય છોકરી ની કહાની જાણી ને રડી પડશે. 21-વર્ષીય યુવતી ના માતા 12-વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. પિતા પથારીવશ છે યુવતી એ ઘર નું ગુજરાત ચલાવવા કર્યું એવું કે…
21-વર્ષીય યુવતી જાનવી કડિયા કે જ અમદાવાદ શહેર ના મણિનગર વિસ્તાર માં રહે છે. આ છોકરી BCA પાસ છે છતાં અમદાવાદ ના સીટીએમ ચાર રસ્તા પર પાણી-પુરી ની લારી કરી ને જીવન સામે સંઘર્ષ કરે છે. જાનવી જણાવે છે કે, 12-વર્ષ પહેલા તેમના માતા ને લીવર ના કેન્સર ની બીમારી હતી. આથી તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ તે તેના પિતા અને દાદી સાથે રહે છે. પરંતુ દાદી પણ હવે મૃત્યુ પામ્યા છે. હવે બસ ઘરમાં તે અને તેના પિતા જ છે.
જાનવી ના પિતા એક સિક્યુરિટી ગાર્ડ ની નોક્રરી કરતા હતા. પરંતુ ઉમર થઇ જવાને કારણે તેની તબિયત સારી ન રહેતા તેને પણ નોકરી છોડવાનો વારો આવ્યો હતો. જાનવી કહે છે કે જ્યારે કોરોના નું લોકડાઉન આવ્યું તે પહેલા તે એક કંપની માં કામ કરતી હતી. લોકડાઉન ના લીધે તેને ત્યારબાદ નોકરી મળી ન હતી. તેના દાદી એ તેને ઘણું શીખવ્યું હતું. જાનવી એ પિતા ની મદદ કરવા કૈક કરવાનું વિચાર્યું.
એવામાં તેને પાણીપુરી નો સ્ટોલ નાખવાનો વિચાર આવ્યો. પૈસા વધુ ના હોવાને લીધે અત્યારે તેણે નાનો એવો સ્ટોલ નાખ્યો હવે તે ધીરે ધીરે આ સ્ટોલ માંથી આગળ નીકળવા માંગે છે. અમદાવાદ ની કાળઝાળ ગરમી ની વચ્ચે લોકો ના ટોળા ની વચ્ચે જાનવી હિંમત હાર્યા વગર પાણી પુરી નો સ્ટોલ ચલાવે છે. લોકો જાનવી ની પાણીપુરી ખાવા મોટી સંખ્યામાં આવે છે. જીવન માં હાર્યા વગર આ છોકરી એ કંઈક કરી બતાવ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!