ઇટાલિયન કપલે જેસલમેર માં લીધા લગ્ન ના સાત ફેરા. મુસ્લિમ ભાઈઓ એ કર્યું વિદેશી કન્યા નું કન્યાદાન. જુઓ ખાસ તસ્વીર.
આપણી ભારતીય સંસ્કૃતિ માત્ર ભારતમાં જ નહીં દેશ-વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત સંસ્કૃતિ ગણવામાં આવે છે. એવી જ એક ભારતીય સંસ્કૃતિની ઝલક જેસલમેરમાં જોવા મળી હતી. ઈટલી થી આવેલા એક વરરાજા એ જેસલમેરમાં પોતાની દુલ્હન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન હિંદુ રીત રિવાજ પ્રમાણે કરીને બંને એ ફેરા લીધા હતા.
આ બાબતે વધુ વિગતે જાણીએ તો ભારતીય પહેરવેશ માં વરરાજા મતીયાએ તેની પત્ની કવિશા સાથે હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્નના સાત ફેરા લીધા હતા. ઇટાલિયન દુલ્હન કવિશા અને વરરાજા મતિયા એસપોસીતો ના બુધવારે લગ્ન થયા હતા. આ લગ્ન એક હોટલમાં રાખવામાં આવેલા હોય પ્રવાસીઓ પણ બંનેની લગ્નની જાનમાં જોડાયા હતા.
આ જાનમાં વરરાજા મતિયા એસપોસીતોના પોતાની દુલ્હનને લેવા પગપાળા હોટલ સુધી પહોંચ્યા હતા. તેને જણાવ્યું કે તેને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ લગાવ હોવાને કારણે તેને પોતાની જાન ઘોડા ઉપર કાઢી ન હતી. આ લગ્નમાં હાજરી આપવા પૂર્વ પ્રધાન અને કેબિનેટ મંત્રી શાલે મોહમ્મદ ના ભાઈ અમર દિન ફકીર અને કોંગ્રેસના નેતા મેઘરાજ માલીએ હાજરી આપી હતી સાથે રાજસ્થાની લોકગીતોની સાથે લગ્નમાં જમાવટ કરવામાં આવી હતી.
રેસ્ટોરન્ટ થી લગ્નના મંડપ સુધી વાજતે ગાજતે જાન લઈ જવામાં આવી. પંડિતજીએ મંત્રોચ્ચાર સાથે બંનેના લગ્ન કરાવ્યા સાથે જાણવા મળ્યું કે દુલ્હનને મુસ્લિમ ભાઈઓને પોતાના માનેલા ભાઈ બનાવ્યા હતા. જેમાં અશરફ અલીએ બહેનનું કન્યાદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા. વરરાજા એ લાલ કલર ની શેરવાની પહેરી હતી અને માથે સાફો બાંધીને પોતાના લગ્નને યાદગાર બનાવ્યા હતા. આમ ઇટાલિયન કપલે હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન કરીને પોતાના નવા લગ્ન જીવનની શરૂઆત કરી હતી. આમ ભારતીય સંસ્કૃતિ ખૂબ જ ધન્ય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!