સાસુ નો અત્યાચાર તો જુઓ! પુત્રવધુ અને બે મહિના ના પૌત્ર ને સળગાવવાની કોશિશ કરી, પતિ ઉભો ઉભો તમાશો જોતો રહ્યો.
રોજબરોજ હત્યા અને આત્મહત્યાના કેસ ભારત અને ગુજરાતમાંથી સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક પરિવારના સભ્યો એકબીજા ઉપર હુમલો કરી દેતા હોય છે. એવી જ એક ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયર થી સામે આવી છે. જેમાં એક પરણીત મહિલા ઉપર તેની સાસુએ પેટ્રોલ નાખીને સળગાવવાની કોશિશ કરી હતી.
મહિલા ની સાથે તેનો બે માસ નો પુત્ર હતો તેને પણ સાસુ એ સળગાવાની કોશિશ કરી હતી. આ બાબતે વધુ જાણીએ તો કરિશ્મા નામની મુસ્લિમ યુવતી એ બે વર્ષ પહેલા વાસુ શિવ હરિ ની નામના યુવક સાથે લવ મેરેજ કર્યા હતા. કરિશ્મા મુસ્લિમ ફેમિલીની છે. આથી બંને પરિવારના સભ્યો આ લગ્ન કરવા રાજી ન હતા. પરંતુ બંનેએ રાજી ખુશીથી લગ્ન કરી લીધા હતા અને બંને પતિ પત્ની ભાડા ના ઘર માં રહેતા હતા.
જેમાં બે મહિના અગાઉ કરિશ્મા એ તેના પુત્રને જન્મ આપ્યો હતો. જે બાદ તેનો પતિ ઘરે પૈસા આપતો ન હતો અને પુત્રનું પાલનપોષણ પણ સરખું થતું ન હતું. આથી ગુરૂવાર સાંજના રોજ કરિશ્મા તેના પતિ ને લઈને તેની સાસુની પાસે ખર્ચના પૈસા માંગવા ગઈ હતી. ત્યારબાદ સાસુ આ બાબતને લઈને ગુસ્સે થઈ ગઈ અને કરિશ્મા અને તેના બે મહિનાના પુત્રની ઉપર પેટ્રોલ છાંટીને તેને જીવતા સળગાવી દીધા હતા.
આ ઘટના જ્યારે બની ત્યારે કરિશ્મનો પતિ શિવ હરેની તેની પાસે જ ઉભો તો છતાં પણ તેણે તેની પત્ની અને બે મહિનાના બાળકને બચાવવાની કોશિશ પણ કરી ન હતી. મહિલા તેનો અને તેના બાળકનો જીવ બચાવવા રસ્તા ઉપર દોડી ગઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો પતિ અને તેની સાસુ ભાગી ગયા હતા.
જે બાદ કરિશ્મા એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ આખું કાવતર ઘડવામાં આવેલું છે. જેમાં તેનો પતિ અને તેની સાસુ બંનેનો હાથ છે. જે બાદ પોલીસે આ બંનેને પકડવા શોધખોળ હાથ ધરી હતી. આમ આવી ભયાનક ઘટનાઓ આવતા લોકો પણ સાંભળીને હચમચી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!