હાલ આખા દેશની અંદર જો કોઈ વાત ચારેયતરફ ચર્ચામાં હોઈ તો તે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શનની વાત છે, તમને ખબર જ હશે કે મિત્રો હજી થોડાક દિવસો પેહલા જ જામનગર ખાતે અનંત તથા રાધિકાના લગ્નની પ્રિ વેડિંગ સેરેમની ખુબ ધૂમધામથી સેલિબ્રેશન કરવામાં આવી હતી જેમાં બૉલીવુડ, સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્તરો તેમ જ મોટા મોટા ગાયકોએ હાજરી આપી હતી.
એટલું જ નહીં આ પ્રિ વેડિંગ ફંક્શનની અંદર સચિન, ધોની જેવા મહાન ક્રિકેટરો સાથો સાથ વર્લ્ડના ટોચના આમિર વ્યક્તિઓ જેવા કે બિલ ગેટ્સ,ઝકરબર્ગ જેવા લોકોએ પણ હાજરી આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા, આ સેરેમનીની અંદર દુનિયાના લોકપ્રિય ગાયિકા રિહાનાને પરફોર્મ કરવા બોલાવામાં આવી હતી, જેના વિડીયો તથા તસવીરો પણ સોશિયલ મીડિયાના અનેક માધ્યમો દ્વારા તમને જોવા મળી જ ગઈ હશે.
ભવ્ય ડ્રોન શોથી લઈને ગાયકોના સિંગિંગ પરફોર્મન્સ તમામ ખુબ જોરદાર રીતે કરવામાં આવ્યું હતું, ડ્રોન શો તો એટલો જબરદસ્ત કરવામાં આવ્યો હતો કે તે સૌ કોઈ જોતું જ રહી ગયું. સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થયા હતા જેમાં ડ્રોન શો દ્વારા વનતારા થીમ તથા જામનગરની થીમ પર ભવ્ય ડ્રોન શો કરવામાં આવ્યું હતું, એટલું જ નહીં લગભગ 5000 જેટલા ડ્રોન દ્વારા આ ડ્રોન શો કરવામાં આવ્યો હતો.
એવામાં વધુ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે જેમાં અનંત-રાધિકાની પ્રિ વેડિંગ ફંક્શનમાં થયેલ આતીશબાજીને બતાવામાં આવી રહી છે, આ આતીશબાજી એટલી બધી ભવ્ય હતી કે તે જોયા બાદ તમારું પણ માથું જ ચક્કર ખાય જશે. આકાશની અંદર રંગબેરંગી ફટાકડાએ આખું આકાશ ઢાકી દીધું હતું
View this post on Instagram