bollywood

અનુષ્કા અને વિરાટે કઇંક આ રીતે કર્યું ન્યુયર સેલિબ્રેશન તો વળી દીકરી વામિકાના ક્યૂટ ડાન્સે જીત્યા બધાના દિલ…જુઓ તમે પણ

Spread the love

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મોટાભાગે પોતાનો સમય ખાનગીમાં વિતાવે છે. પરંતુ ક્યારેક તેમના ફોટા અને વીડિયો સામે આવે છે અને ચાહકો તેમને ખૂબ પસંદ કરે છે. આ કપલ ભલે ગમે તેટલું છુપાવે પરંતુ તેઓ એટલા ફેમસ છે કે તેઓ ફેન્સના ધ્યાનથી બચી શકતા નથી, હવે તેમના કેટલાક ફોટો સામે આવ્યા છે, જેમાં વિરાટ અને અનુષ્કા તેમની દીકરી વામિકા સાથે મસ્તી કરી રહ્યાં છે, જ્યાં તેમનો આખો પરિવાર છે. . એક ફોટોમાં અનુષ્કા અને વિરાટે તેમની ભત્રીજી સાથે પોઝ પણ આપ્યા છે. બંને પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા આવ્યા હતા.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો તાજેતરનો એક ફોટો સામે આવ્યો છે, જેમાંથી એકમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમની ભત્રીજી સાથે પોઝ આપતા જોઈ શકાય છે. વિરાટે કેઝ્યુઅલ વ્હાઈટ ટી-શર્ટ પહેરી છે, જ્યારે અનુષ્કા બ્લેક ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે, બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.અન્ય એક તસવીરમાં તેમની પુત્રી વામિકા તેના પિતરાઈ ભાઈઓ સાથે પોઝ આપતી જોવા મળે છે. સુંદર ડ્રેસ પહેરેલી વામિકાના ચહેરાને ઈમોજીથી છુપાવવામાં આવ્યો છે.

વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વામિકા બધાની સામે ક્યૂટ ડાન્સ કરતી જોવા મળી રહી છે. વિરાટ અને અનુષ્કાના પરિવારથી ઘેરાયેલી નાની છોકરી ક્યૂટ એક્ટિવિટીઝ કરતી જોવા મળે છે. ક્લિપમાં, કરીના કપૂર ખાન પણ તેના પુત્ર તૈમુર અલી ખાન સાથે વામિકા પર પ્રેમથી હસતી જોવા મળે છે. એ તો ખબર નથી કે આ બધા કઈ જગ્યાએ ભેગા થયા છે પણ વામિકનો આ વીડિયો કોઈ બીજા દિવસનો લાગે છે.

 

વિરાટ કોહલી હાલમાં ટીમ ઈન્ડિયા સાથે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચમાં વ્યસ્ત છે. તાજેતરની તસવીરો દર્શાવે છે કે તેની પત્ની અનુષ્કા શર્મા પણ નવા વર્ષની ઉજવણીમાં તેની સાથે છે કારણ કે તેઓ એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. બીજી તરફ, કરીના કપૂર ખાન તેના પતિ સૈફ અલી ખાન અને તેમના પુત્રો તૈમુર અને જેહ સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં રજાઓ માણી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *