Entertainment

અર્જુન કપૂરની લેટેસ્ટ પોસ્ટે ગર્લફ્રેંડ મલાઈકા સાથે અલગ થવાની અફવાઓને વેગ આપ્યો,જુવો અર્જુન કપૂર ની વેકેશનની તસ્વીરો

Spread the love

થોડા ઘણા વર્ષોથી અભિનેત્રી મલાઇકા અરોડા અને અર્જુન કપૂર એકબીજા સાથે રિલેશનશિપમાં છે. બંનેની ઉમરમાં 12 વર્ષ નો તફાવત હોવા ના કારણે ઘણીવાર તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થતાં રહેતા હોય છે. જોકે અર્જુન અને મલાઇકા ને આ પ્રકાર ની નેગેટિવિટી ની પરવાહ નથી અને તેઓ ચાર વર્ષથી મજબૂત સબંધમાં છે. જ્યાં ફેંસ આ વાતથી ઉત્સાહિત છે કે બંને કોઈ પણ સમયે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાઈને દરેક ને સપ્રાઈજ કરી શકે છે તો ત્યાં જ નોટિજન્સ ના એક વર્ગને લાગી રહ્યું છે કે આ જોડી અલગ થવાના રસ્તે ચાલી રહી છે.

17 ઓગસ્ટ 2023 ના રોજ અર્જુન કપૂર એ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરથી પોતાના સિંગલ વેકેશન ની થોડી તસ્વીરો પોસ્ટ કરતાં હોટનેસ નું લેવલ વધારી દીધું છે. આ તસવીરોમાં અભિનેતા બહુ જ હેન્ડસમ લાગી રહ્યા છે અને તેમણે પોતાની જર્નીને બહુ જ એન્જોય કરી હતી, સ્પેગિટી નો સ્વાદ લેવાથી લઈને સ્વિમિંગ સેશન માં જવા સુધી, અર્જુન એ બધુ કર્યું હતું. એક તસવીરમાં તેમણે પોતાના નાસ્તાનો આનદ લેતા અને એક શો ને એન્જોય કરતાં જોવામાં આવ્યા. આ તસ્વીરોને શેર કરતાં અભિનેતાએ લખ્યું કે જિંદગી નાની છે પોતાના વિકેન્દ ને લાંબો બનાવો..

અર્જુન કપૂર કે જે ઘણીવાર મલાઇકા  અરોડા  સાથે પોતાની રોમેન્ટીક તસ્વીરો થી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દેતા હોય છે તેમણે સિંગલ વેકેશન ને એન્જોય કરીને  દરેક લોકોને હેરાન કરી દીધા , ‘ Reddit ‘ પર તેમની પોસ્ટ શેર કરતાં એક સોશિયલ મીડિયા યુજરે જણાવ્યુ કે અભિનેતા એક વિકેન્દ લોંગ સિંગલ જર્ની માટે ગ્યાં હતા, જ્યારે તેમની ગર્લફ્રેંડ મૂંબઈમાં શૂટિંગ કરવામાં વ્યસ્ત હતી અને આમ તેમણે સંભાવિત અલગ થયાની વાતનો સંકેત આપ્યો. જ્યારે મલાઇકા આરોડા ‘ ઈન્ડિયા ટુડે કોંકલેવ 2023 ‘ કાર્યક્રમ માં શામિલ થઈ હતી તો તેમણે પોતાના જીવન ના ઘણા પાસાઓ વિષે સ્પસ્ત વાત કરી હતી.

પોતાના બોયફ્રેંડ અર્જુન કપૂર સાથેના પોતાના સબંધ ને લઈને વાત કરતાં અભિનેત્રી એ જણાયું કે તેમણે લગ્ન ની કોઈ ઉતાવન નથી. આગળ તેમનં કહ્યું કે તે અને અર્જુન પોતાના પ્રિ હનીમૂન ફેજમાં છે અને જો તેઓ લગ્ન કરવા ઈચ્છે છે તો લગ્ન કરશે પરંતુ લગ્ન દરેક વસ્તુનો અંત નથી. મલાઇકા એ કહ્યું હતું કે લગ્ન જ કેમ દરેક વાત નો અંત છે? લગ્ન એક એવી વસ્તુ છે જેમાં બે લોકો વચ્ચે ચર્ચા થતી હોય છે. જો અમારે આ નિર્ણય લેવાનો હશે તો આમે આના વિષે જરૂર વિચારશું, અમે નિર્ણય લેશું અને અમે આના વિષે વાત પણ કરશું. આ સમયે અમે માત્ર અમારા જીવન ને પ્રેમ કરી રહ્યા છીએ. અમે અમારા પ્રિ હનીમૂન ના સમય નો આનંદ લઈ રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *