મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાના દેશ અને પોતાની માતૃભૂમિ ઘણી જ મહત્વની હોય છે. જેના માટે દેશની દરેક વ્યક્તિઓ પોતાના દેશ અને માતૃભૂમિ માટે કંઈક ને કંઈક કરવાની ઈચ્છા રાખતા જ હોય છે. દેશસેવાના આવા કાજ હેતુ અનેક લોકો આર્મી માં જોડાય દેશ અને દેશવાસીઓની રક્ષા કરવાનું પસંદ કરે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા વીર જવાનો આપણા માટે ઘણા જરૂરી છે આવા જવાનો પોતાના ઘર અને પરિવારથી દૂર રહે છે સતત દેશ અને દેશવાસીઓની સેવા માટે કાર્યરત રહે છે કે જેથી આપણે આપણા પરિવાર સાથે સુરક્ષિત રહી શકે આવા આશયથી આવા વીર જવાન દેશ સેવા માટે પોતાના પ્રાણ પણ દેવા તૈયાર હોય છે અને પોતાની અંતિમ શ્વાસ સુધી દેશ અને દેશવાસીઓની રક્ષા કરે છે. આવા જવાનો આપણા માટે સાચા હીરો છે.
પરંતુ જ્યારે આવા જવાન દેશ સેવા કરતા સમય વીરગતિ પામે ત્યારે આખા દેશમાં શોકનો માહોલ છવાઈ જાય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા વીર જવાનો ઠંડા થી ઠંડા પ્રદેશ અને ગરમ થી ગરમ પ્રદેશોમાં પણ દેશની સેવા માટે હાજર રહે છે હાલ આવો જ એક બનાવાય સામે આવ્યો છે જેના કારણે આખો દેશ શોકમાં છે મિત્ર દેશસેવા કરી રહેલ એક જવાન સિક્કિમમાં વીરગતિ પામ્યા છે જેના કારણે આખા દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મિત્રો જો વાત આ વીર જવાન અંગે કરીએ તો જણાવી દઈએ કે જવનનુ નામ હિતેશ પરમાર છે અને તેઓ 32 વર્ષના હતા. જણાવી દઈએ કે તેમનું મૂળ વતન ગુજરાત ના કપડવંજ તાલુકાનું ઘડિયા ગામ છે. તેમના પિતાનું નામ બુધાભાઈ છે. જો વાત હિતેશ ભાઈ ની આર્મીમાં જોડાવા બાબત અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ વર્ષ 2011 માં આર્મીમાં જોડાયા હતા. અને તેમની સૌથી પહેલું પોસ્ટીંગ જલંધર પંજાબ હતું.
જો કે થોડા સમય પહેલા તેઓ રજામાં તેમના ઘરે આવ્યા હતા અને તે બાદ તેમનું પોસ્ટીંગ સિક્કિમ માં હતું. તેમણે લગભગ બે દિવસ પહેલા જ પોતાના પત્ની સાથે ફોનમાં વાતચીત કરી હતી. તેવામાં જયારે હિતેશ ભાઈ ના ઉપરી અધિકારીએ હિતેશ ભાઈ ના ભાઈ સતીષ ભાઈ ને ફોન કરી ને સમગ્ર બાબત અંગે માહિતી આપી ત્યારે જાણે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હોઈ તેવી સ્થિતિ જોવા મળી. હિતેશ ભાઈના અવસાનના કારણે તેમના પરિવાર માં શોક નો માહોલ છે.
જો વાત તેમની વીરગતિ અંગે કરીએ તો જણાવી જણાવી દઈએ કે તેઓ રજા બાદ સિક્કિમ માં ફરજ બજાવી રહ્યા હતા. પરંતુ હાલમાં અહીં ભારે હિમવર્ષા થઇ રહેલ છે. જેના કારણે હિતેશ ભાઈને છાતી માં દુખાવો થયો અને તેમને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા કે જ્યાં તેમણે અંતિમ શ્વાશ લીધા.
જણાવી દઈએ કે હાલ વીરજવાનનુ પાર્થિવ શરીર ગઇકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યો હતો , જે બાદ કપડવંજથી તેમના વતન ઘડિયા લાવવામાં આવ્યો જેના બાદ આજે તેમની અંતિમ યાત્રા કપડવંજમાંથી નીકળી હતી. જેમાં પરિવાર અને ગામના તમામ લોકો જોડાયા હતા.