Categories
India

લગ્ન માં વરરાજા “તેરી ઝલક શ્રીવલ્લી” સોન્ગ્સ પર ડાન્સ કરીને કન્યા નું દિલ જીતી લીધું. જુઓ પૂરો વિડીયો.

Spread the love

લગ્ન પ્રસંગ મા અવનવા ડાન્સ ના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. એવા કેટલાક ફની વિડીયો હોય છે જેને જોઈ ને બધા લોકો હસી હસી ને ગોટા વળી જતા હોય છે. સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો ખુબ જ વાયરલ થતા હોય છે. એવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં વરરાજા અને તેમના મિત્રો દ્વારા પુષ્પા મુવી ના સોન્ગ્સ પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે.

પુષ્પા મુવી ને તો રિલીઝ થયે બે મહિના થય ગયા પણ હજુ બધા લોકો નું પ્રિય ગીત શ્રીવલ્લી પર ખુબ જ લોકો ડાન્સ કરતા નજરે ચડે છે. ખાસ કરીને લગ્ન દરમિયાન લોકો પોતપોતાના અંદાજ માં અવનવા સ્ટેપ આ ગીત પર કરતા હોય છે. વિડીયો મા જોઈ શકાય છે કે લગ્ન મા વરમાળા પહેરાવવાના પ્રોગ્રામ બાદ વરરાજા અને તેના મિત્રો દ્વારા “શ્રીવલ્લી” સોન્ગ્સ પર ડાન્સ કરતા નજરે પડે છે. ડાન્સ નો હેતુ કન્યા ને ઈમ્પ્રેસ કરવાનો હતો.

ડાન્સ દરમિયાન વરરાજા અને તેના મિત્રો પોતાના અવનવા સ્ટેપ કરીને ડાન્સ કરતા નજરે પડે છે. જેવું જ ગીત શરુ થાય છે કે તે લોકો સ્ટેપ ફોલોવ કરવા લાગે છે. કન્યા પણ આ ડાન્સ મા પોતાને સામેલ કરી લે છે અને તે પણ ડાન્સ કરે છે. બાદ મા છેલ્લે જયારે ગીત પૂરું થાય છે ત્યારે કન્યા ખુબ જ ઇમ્પ્રેસ્સ થય જાય છે જે તેના હાસ્ય પર થી જોઈ શકાય છે. આ લગ્ન અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોને નવીન અન્ના પેજ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળવાની સાથે લાખો લાઈક્સ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોયા બાદ પોતાની પ્રતિક્રિયા આપવામાં વ્યસ્ત છે.
જુઓ વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *