GujaratIndia

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગદાસ બાપા ને મળવા આવ્યા ત્યારે બજરંગદાસ બાપા એ એવુ કર્યુ કે

Spread the love

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.

બગદાણાનું નામ બોલાય કે બાપુ બજરંગદાસ માનસ ઉપર સાક્ષાત્ થાય. બગદાણા ગામ નસીબદાર કે એક સંતના કારણે દેશ-વિદેશમાં છવાઈ ગયું. બજરંગદાસ બાપુએ પોતાના ચમત્કાર વિશે સપનામાં પણ વિચારેલું નહીં. ચમત્કારોને અઢાર ગાઉ આધા રાખે. છતાં કોઈ ચમત્કારની વાત બંધબેસતી કરે તો બટન વગરની બંડી નીચે આવેલી ગોળા જેવી ફાંદ ખળભળી જાય ત્યાં સુધી હસે. બાપાના તો ધૂળમાં ધામાં, નહીં સ્નાન, ધ્યાન, નહીં સુખડ ચંદનનાં તિલક, નહીં માળા કે નહીં આરતી વંદના, દાઢી, જટા, ચીપિયા, તૂંબડાં કશુંય નહીં.

સૌરાષ્ટમાં એક સન્યાસી ગામ માથી નીકળે છે. ગામના પાદરમાં બેસે છે. પછી ત્યાં ગામના લોકો આવે છે બેસવા. એક દિવસ થયો બીજો દિવસ થયો પછી બધાને લાગ્યું કે હવે આ સાધુને જવા દેવા નથી તેથી ગામના બે ત્રણ આગેવાનો એ કહ્યું અહી રહી જાવ. ત્યારે સાધુએ કહ્યું મને અહી ગમે છે એટલે હું બે ચાર દિવસ વધારે રોકાયો. લોકોએ કહ્યું અહી તમારી ઝૂંપડી બનાવી આપી શું તમે અહી રોકાઈ જાવ. ત્યારે સન્યાસી એ કહ્યું હું કાલે પાછા આવો ત્યારે આપણે વાત કરીશું. તમે કો એ પ્રમાણે આપણે ઝૂંપડી બનાવી શું. બીજે દિવસે ભધા આવ્યા ત્યારે ત્યાં સાધુ ન હતા અને ત્યાં એક ચિઢ્ઢી મૂકી હતી.

એમાં લખ્યું હતું ઘર તો પેહલા હતું મારું આ બધું તો પેહલા હતું મારી પાસે. અમરા અરણ્યમાં એક સ્વામી હતા જે હમણાં સ્વર્ગવાસ થતા છે. તે અમને કહેતા હતા ભીખુદાન જ્યારે હું સૌરાષ્ટ્ર આવ્યો પેહલિવાર હું ભાવનગર આવ્યો. મે બજરંગદાસ બાપા નું નામ સાંભળ્યું હતું મારે ત્યાં જવું છે. તો કોઈએ કીધું અપશબ્દ બોવ બોલે છે. પણ હું બગદાણા ગયો અને ત્રણ દિવસ અને ત્રણ રાત રોકાયો હતો. ત્યારે મે એક અપશબ્દ મે બાપાના મોઢા માંથી ન હતો સાંભળ્યો. ત્રીજે દિવસે હું રજા લેવા ગયો ત્યારે બાપાએ કહ્યું “જે હેતુ થી ઘર છોડ્યું એ હેતુ ના ભુલાય ધ્યાન રાખ જો” એવું કહ્યું હતું.

આવોજ એક પરચો સાવરકુંડલાના આજીવન લોકસેવક, ગાંધીભકત, આગેવાન કાર્યકર એવા અમુલખ ખીમાણી અવારનવાર પ્રજાકીય કામે ભાવનગર જાય અને વળતે ફેરે બગદાણા, બાપાના આશ્રમે જાય. બાપા નિખાલસ, સત્યવકતા સાધુ અને અમુલખભાઇ પણ સાફ દિલના કાર્યકર. બંનેને સારું બને. અમુલખભાઇ આ વખતે બગદાણા ગયા ત્યારે રોંઢાનો સૂરજ ઢળી ગયો હતો.

બાપાની જગ્યામાં ડોશીઓ, વહુઓ, દીકરીઓ કૂવેથી સિંચી સિંચીને બગીચો પાતી હતી. ફૂલ-ઝાડ, ફળ-ઝાડની સાથે બગીચાનાં આવળ, બાવળ અને બોરડી પણ પાણીએ રસકાબોળ થતાં હતાં. આડેધડની આ પ્રવત્તિ જોઇને અમુલખભાઇ મનોમન રમૂજે ચડી ગયા : ‘આનું નામ બાપા. નહીં કોઇ આયોજન, નહીં પ્રયોજન, સુયોજન તો કયાંથી હોય! પાણી અને નાણાં-બંનેનો બગાડ!’ છેવટે પાણી પાવાનો કાર્યક્રમ પૂરો થયો.

પાવાવાળા બધાંય શ્રમિકો બાપા આગળ કતારબંધ બેસી ગયા. બાપાએ આસનિયા નીચેથી પૈસા કાઢયા અને બેડાંના ભાવે સૌને ચૂકવવા માંડયાં. પૈસાથી મુઠ્ઠીઓ ભરાતા મજૂરોના ચહેરા ચમકી ઊઠયા. રામની ધૂન લેતાં લેતાં બધા ઘર તરફ જતા રહ્યા. ‘બાપા, એક વાત પૂછવી છે, પૂછું?’ અમુલખભાઇ. ‘પૂછો પૂછો વા’લા!’ બજરંગદાસ બાપુ. ‘આ પાણી પાવાવાળા કયાંના?’ ‘આ ગામનાં -બગદાણાનાં.’‘રોજ આ રીતે પાણી પાય છે?’ ‘ફાગણથી શ્રાવણ સુધી રોજ. પછી મજૂરી મળે ત્યારે બે-ત્રણ દિવસે એક વાર.

પાણીનો બગાડ બહુ થાય છે બાપુ! ફળ-ઝાડ અને ફૂલ-ઝાડ તો બરાબર પણ આવળ, બાવળ અને બોરડીનાં ઝાળાંને પણ?’ ‘ભાઇ, આ આશ્રમ કોનો?’ ‘બજરંગદાસ બાપુનો.’ ‘સાંભળો વા’લા! બજરંગદાસ માણસોનો બાપુ એમ ઝાડવાંનો પણ બાપુ. વારો તારો કરે ઇ બાપુ ન કહેવાય. હો ખીમાણી! જેવા મારા સેવકો એવાં મારાં ઝાડવાં. બચ્ચારા આવળ, બોરડી અને ગાંડા બાવળને પણ રાજીપો થવો જોઇએ કે બાપુને આશ્રમે ઊગીને આપણે ન્યાલ થઇ ગયાં. ખોટી વાત છે વા’લા?’ ‘પણ બાપુ! પાણી પાવાના આપ ઘણા બધા પૈસા ખર્ચોછો.’ ‘તે ઇ પૈસા કયાં મારા અદાના હતા હૈ?’ લોકો મને આપે છે અને હું લોકોને આપું છું.’ અમુલખભાઇ સ્તબ્ધ થઇ ગયા. અહીં ‘સર્વોદય’નું કોઇ પાટિયું નથી.

સર્વોદયનું કોઇ પ્રકાશન નથી કે નથી કોઇ શિબિર સંમેલન છતાં સર્વોદયના વિચારને વેંત વધે એવો ઉદ્દેશ? ‘ખેમા બાપા, મારું એક સૂચન છે માનશો?’ ‘જો ભાઇ, હું મૂળે તો બાવો. બાવો કયાંય બંધાય નૈ. બાવો ઊઠયો કે બગલમાં હાથ અમે સૂચનો સલાહો જો સ્વીકાર્યાં હોત તો સંસારી થઇને ધુબાકા ન મારતા હોત? સાચું કે ખોટું વા’લા? જેને વળ કવળની ગમ ન હોય એ બાળો થાય છતાં અમુલખભાઇ, તમારા નિ:સ્વાર્થ લોકસેવાથી હું રાજી છું. હોઉ જ ને? તમે ભારતના સ્વરાજ માટે માર ખાધા, જેલમાં ગયા, ભૂખે મર્યા અને આજની તારીખે ખાલી ખિસ્સે પગદોડ કરો છો. બોલો, તમ તમારે.’તો બાપુ આ મજૂરોને બદલે મશીન મુકાવો અને એક દાડિયો રાખો ઓછા ખર્ચે વધારે કામ.

એનો જવાબ હું પછી આપીશ ખીમાણી! પણ તમે મને જવાબ આપો કે તમે આ ચાદરા જેવી ગાંઠા -ગડફા ખાદી શું કામે પહેરો છો. મિલના મજેદાર કપડાં પહેરોને ખાદીનો આગ્રહ શા માટે?’ ‘એટલા માટે બાપુ કે ખાદી આપણો ગ્રામ ઉધોગ છે. ગરીબ કારીગરોને રોજીરોટી આપે છે. ગામનો પૈસો ગામમાં જ રહે છે તો અમુલખભાઇ, આ આશ્રમે પણ ગ્રામધોગ ચાલે છે. તમે તો વિદેશી ચીજો માટે હોળીઓ પ્રગટાવી હતી. હવે સાંભળો, દેશી વસ્તુના તમારા સિદ્ધાંતની પંકિતમાં માનભેર બેસી શકે એવો આ મારો સિંચાઇ ઉધોગ છે. ખીમાણીને મોટાભાગની વાત સમજાઇ ગઇ.

મૌન બની ગયા. ‘હવે આંગળીના વેઢા ગણો વા લા! તમને ગણાવી દઉં. મશીન ચલાવવા જોઇતું ક્રૂડ દેશી કે વિદેશી?’ ‘વિદેશી ચીજનો પૈસો દેશમાં રહે કે વિદેશમાં જાય?’ ‘તમારી વાત સો ટકા સાચી બાપુ!’ ‘બસો ટકા સાચી લાગે એવી બીજી વાત કરું.’ બાપા હસ્યા. અમુલખભાઇએ જિજ્ઞાસાભરી નજર નોંધી. ‘જુઓ વા’લા! પાણી પાનારા બધા ગરીબ મજૂરો છે. ઉનાળામાં તો સાવ બેકાર. માટે ઉનાળામાં રોજ પાણી પાવા બોલાવું છું.’ ‘સમજાઇ ગયું.’ ખીમાણી સંમત થયા. ‘આ દેશની માટીમાં આળોટેલાં માનવીના રકતમાં એવી સમજણ અને ટેક ભર્યાં છે કે એ ભૂખે મરી જાશે પણ ધર્માદો નહીં ખાય.

એની ગળથૂથીમાં એવી શિખામણ પિવડાવી છે કે સાધુ બ્રાહ્મણનો પૈસો નહીં લ્યે. ભૂખે મરશે, પેટ પર પાટા બાંધશે પણ સાધુ બ્રાહ્મણનું મફતમાં ખાશે નહીં.’ ‘એ વાત પણ સોળ આના, હોં બાપુ.’ ‘હવે સમજયા. વાલા.’ બજરંગદાસજી આછું હસીને ઉમેરી રહ્યા ‘આશ્રમના સાધુ લખે એના હાથમાં હજાર હજારની નોટ મૂકું તો હાથમાં ન ઝાલે પણ મજૂરીના બે રૂપિયા દઇશ તો હસીને લઇ લેશે અને વાલા! હવે વાત રહી આશ્રમનાં આવળ, બાવળ અને લીંબડા, બોરડીની એ બધાં ઝાડ મૂકીને કેવળ ફળઝાડ અને ફૂલઝાડને જ પાણી પીવડાવું તો માંડ બે-ચારને મજૂરી મળે.મારે તો દસ-વીસને મજૂરી આપવાની ઇરછા હોય માટે બધાં ઝાડ પીવડાવું.

સમજાય છે ને ખીમાણી? કાળો ઉનાળો હોય, કડેડાટ બેકારી હોય એવે વસમે સમે પાણી પાવાના બહાનાતળે સૌને મજૂરી મળે અને પોરો ખાઇ જતી એની તાવડીઓ ચૂલે ચડે બાપ!’ અને બજરંગદાસ બાપુ બાળક જેવું ખડખડાટ હસી પડયા. ‘લ્યો ભાઇ, આ છે બાપાની વાતું. તમે ગાંડા ગણો કે ડાહ્યા. પણ અમે લીધી વાત ન મૂકીએ. હોં વા’લા.’ અમુલખભાઇ ખીમાણીને ગળે ઘૂંટડો ઊતરી ગયો કે સર્વોદયવાદ અને સમાજસેવાના છોગલિયાળા સાફા બાંધીને વાણીનો વ્યય કરતા ચોખલિયાઓએ એના મિથ્યાપણાના ગાંડપણને ધોવા માટે, સૂગ અને છોછ ઓછાં કરીને ભાભભૂતડા દેખાતા આવા સાધુઓની આંતરિક મિરાતનો અભ્યાસ કરવા આવા આશ્રમે એક રાત અને એક દિવસ ગાળવો જોઇએ જેથી સાચી ગરીબીના સગડ શોધવાની સમજણ મળે.

એક કેટલાય પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બજરંગદાસબાપા ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતીહતા, ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી અને ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી.ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરિયાકિનારે એક ડાર બનાવ્યો, (દરિયાની રેતીમાં હાથથી ખાડો ખોદીને પાણી કાઢવુ તે ડાર) અને એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ.

આ ઉપરાંત મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક બાળક તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયો હતો અને બજરંગદાસબાપાએ તેને તેડીને બચાવી લીધો હતો.એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુઓ જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપાએ સીતારામ નામનો મંત્ર જપીને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો, સિંહોના ટોળાએ હટીને જગ્યા કરી આપતા સાધુની જમાત આગળ વધી.

તેઓ સૂરત (લક્ષ્‍મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. જ્યાં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ રહ્યા.બજરંગદાસબાપા ત્યારપછી ૪૧ વર્ષની ઉંમરે બાપા બગદાણા પહોંચ્યા.બગદાણામાં 5 મુળતત્વો, બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા.બજરંગદાસ બાપાએ વર્ષ 1951 માં બગદાણામાં આશ્રમની સ્થાપના કરી, બાદમાં વર્ષ 1959 માં સદાવ્રત ચાલું કર્યુ.

આ ઉપરાંત વર્ષ ૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી, વર્ષ 1965 માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી, વર્ષ 1971 માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી,બગદાણાનો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે.

બગદાણા ધામમાં બાપુની પૂણ્યતિથિએ ભક્તો માટે 1200 કિલો લાડવા, 1200 કિલો શાક, 5500 કિલો શાક, 5500 કિલો ગાંઠિયા, 3700 કિલો દાળ, 7400 કિલો ભાત અને 11000 કિલો રોટલી બનાવવામાં આવી હતી અને ભક્તોને પરંપરાગત રીતે પંગતમાં બેસાડીને ભાવભેર જમાડવામાં પણ આવ્યા હતા. લાખો ભક્તો એક સાથે પ્રસાદ લેવા આવ્યા છતાં ક્યાંય અગવડ દેખાતી જ નહોતી.

ગુરૂઆશ્રમ ખાતે તારીખ 14મી જાન્યુઆરીએ વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતીથી ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થઈ ગયો હતો. બાદમાં ધ્વજારોહણ અને ગુરૂપુજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે યોજાતી નગરયાત્રા ગુરૂઆશ્રમથી સવારે 10.15 વાગ્યે નીકળી હતી, જે આખા બગદાણામાં પણ ફરી હતી. અને બાદમાં ભોજન અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.બજરંગદાસ બાપાની પૂણ્યતિથિના પાવન દિવસે ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટી પડ્યું હતું. લાખો ભક્તોએ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

બગદાણામાં 15 હજારથી વધુ સ્વંયસેવકોએ દર્શનાર્થે આવતા ભાવિકોની રહેવા, ભોજન, ચા-નાસ્તાની સગવડો સચાવી હતી અને આખો દિવસ ખડેપગે જ રહ્યા હતા.બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તારીખ 9/1/1977ના રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થઇ ગયા હતા. આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની જ તિથી હતી.. એ મુજબ દર વર્ષે અહીંયા બાપાની પૂણ્યતિથિ ઉજવવમાં આવે છે.પૂજ્ય બજરંગદાસપાપાનું જીવન શ્રદ્ધાળુઓને સત્કર્મ કરવાની એક પ્રેરણા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *