આ બીમારી માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે બટેટાને ! ફાયદા એવા કે જાણીને તમે પણ ચોકી જ જશો…જાણી લ્યો પુરી વાત..
મિત્રો તમને ખબર ન હોઈ તો તમને કહી દઈએ કે જો કોઈ વસ્તુ ભારતની અંદર સૌથી વધારે ખાવામાં આવતી હોય તો તે છે બટેટા. તમને ખબર જ હશે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાનગી બનતી હોય તેમાં તમામ કોઈના કોઈ જગ્યાએ તો બટેટાનો ઉપયોગ તો થતો જ હોય છે. અમુક વખત સમોસા તો અમુક વખત બીજી કોઈ જગ્યાએ બટેટાનો ખુબ ઉપયોગ કરવામાં આવતો હોય છે, એટલું જ નહીં ઘરમાં પણ વારંવાર બટેટાનું શાક બનાવામાં આવતું હોય છે.
જો તમે ઘરનું જમતા હશો તો તમને ખબર હશે કે વર્તમાન સમયમાં દરેક શાકની અંદર બટેટા નાખવામાં આવે છે જે સ્વાદમાં તો સુધારો કરે જ છે પણ સાથો સાથ સેહત માટે પણ એટલા જ ફાયદાકારક માનવામાં આવે છે અને મહત્વની વાત તો એ કે બટેટા એક એવી વસ્તુ છે જે બાળકોને ખુબ પસંદ પડતા હોય છે, તમે આજ સુધી ઘણા બટેટા ખાધા હશે પરંતુ શું તમે તેમના ફાયદા વિશે જાણો છો? નહીં, તો મિત્રો તમને જણાવી દઈએ કે બટેટા આપણી સેહત માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે બટેટા પહેલાના સમયમાં જીવ બચાવા માટે ખાવામાં આવતા હતા, કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય અનુસાર બટેટાથી સ્કર્વી બીમારીથી પણ રાહત મળે છે,આ બીમારી અમુક સમય બાદ જીવ પણ લઇ શક્તિ હોય છે. બટેટાના ફાયદા વિશે વાત કરીએ તો બટેટા ખાવાથી બ્લડ શુગર પણ કંટ્રોલ થાય છે અને ડાયાબિટીસની બીમારીથી પણ આપણે બચી શકીએ છીએ, રિસર્ચ અનુસાર બટેટાની અંદર રેજીસ્ટેંસ સ્ટાર્ચ હોય છે જે ઇન્સ્યુલિનની માત્રાને ઘટાડે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.
બટેટા ખાવાથી વજન ઘટાડા માટે પણ એક મહત્વનું શાકભાજી માનવામાં આવે છે, બટેટા એક ગ્લુટેન ફરી ફૂડ માનવામાં આવે છે જેથી દરેક વ્યક્તિઓ બટેટાને વગર કોઈ બીકે ખાય શકે છે, ગ્લુટેન વાળો ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ડાયરિયા, કબ્જ, પેટ ફૂલવાનો અને સ્કિન રેશેજ જેવા અનેક લક્ષણો જોવા મળી શકે છે પરંતુ બટેટા ગ્લુટેન ફ્રી હોવાથી આવી તકલીફનો સામનો કરવો પડતો હોતો નથી.
જો તમે બટેટા ખાતા હશો તો તમને ખબર જ હશે કે જ્યારે આપણે બટેટાનું સેવન કરીયે ત્યારે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું જ રહે છે અને બીજી કાંઈ વસ્તુ ખાવાની પણ જરૂરિયાત રહેતી હોતી નથી, તમે બાફેલું બટાટુ ખાયને વજનમાં પણ ઘટાડો કરી શકો છો, આમાં બટેટા સાથે જોડાયેલા અનેક એવા ફાયદા છે જેનાથી તમે સાવ અજાણ જ છો.