સોનુ-ચાંદી ખરીદતા પહેલા સાવધાન ! સોના-ચાંદી ના ભાવ માં થયો મોટો કડાકો, જાણો લેટેસ્ટ ભાવ.
આપણા ભારતમાં ગમે તે લગ્ન પ્રસંગ હોય લોકો લગ્ન પ્રસંગમાં સામ સામે સોના અને ચાંદીના ઘરેણા આપતા હોય છે. અને તેઓ રિવાજ જુના જમાનાથી ચાલ્યો આવે છે. અને હાલમાં ઘણા બધા લોકો એવા છે કે પોતાની કમાણીનું ઇન્વેસ્ટમેન્ટ સોના અને ચાંદીમાં કરતા હોય છે. થોડા વર્ષો પહેલા સોના ચાંદીના ભાવ ખૂબ જ ઓછા હતા. પરંતુ આજે તો સોના ચાંદીના ભાવ ₹50,000 ની આસપાસ રહેતા જોવા મળે છે.
પરંતુ હાલ નોરતાની સીઝન હોય અને થોડા સમયમાં જ દિવાળી આવી જવાની છે. એવામાં લોકો સોના ખરીદવાની ઉતાવળ કરતા હોય છે. પરંતુ તે પહેલા સોના ચાંદીના ભાવ જાણી લેવા જરૂરી હોય છે. તો ચાલો જાણીએ શું છે બજારનો હાલ. જાણવા મળ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં 26 સપ્ટેમ્બરને સોમવાર સોના ચાંદીના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો હતો.
જેમાં સોમવાર ના રોજ વાયદા બજારમાં સોનુ 49350 ના સ્તર પર કારોબાર શરૂ થયું હતું. થોડા સમય બાદ ભાવ 49440 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું હતું. અને બાદમાં તે 49350 પર થોડો ટ્રેડ થવા લાગ્યો હતો. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં થોડી મંદિ જોવા મળી હતી. સોનાની સપોર્ટ કિંમત માં 0.21% નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ચાંદીમાં 1.70 % નોન ઘટાડો નોંધાયો હતો.
સોમવારે સોનુ 1640.35 ઔંસ પર પહોંચી ગયુ હતું. અને ચાંદીનો સ્પોટ ભાવ 1.20% ઘટીને 18.56 ડોલર પ્રતિ ઔંસ આવી ગયો હતો. આમ સોના ના ભાવમાં 591 રૂપિયા ઘટીને 55642 પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. જ્યારે ચાંદી 55800 નાસ્તર પર કારોબારી કરી હતી. આ સ્તર 26 તારીખ ને સોમવાર ના રોજ જાણવા મળ્યું હતું. આમ સોનામાં થોડાક અંશે વધારો અને ચાંદીમાં થોડાક અંશે ઘટાડો જોવા મળ્યો હતો. હવે આગામી સમયમાં સોના ચાંદીમાં શું ફેરફાર થઈ શકે છે તે બજારના ભાવ નક્કી કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!