Gujarat

અંબાણી પરિવારે અનંત અને રાધિકાના લગ્ન પહેલા મહેમાનોને કોઈ બંગલા કે હોટલ નહિ પરંતુ આ આલીશાન ટેન્ટમાં આપ્યો ઉતારો…જુઓ તસવીરો

Spread the love

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 3 દિવસના ભવ્ય પ્રી-વેડિંગ ફંકશન સાથે શરૂ થઈ ગયા છે. આ ફંકશનમાં હાજરી આપવા માટે બોલિવૂડ અને હોલિવૂડના અનેક સ્ટાર્સ જામનગર પહોંચી ચૂક્યા છે. મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટ અને ટાઉનશિપ બન્નેને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા છે. આ પ્રિ વેડિંગમાં મહેમાનો માટે ખાસ વીઆઇપી ટેન્ટ અને વિવીઆઇપી મહેમાનો માટે 150 જેટલા બંગલા બનાવવામાં આવ્યા છે. ખરેખર અંબાણી પરિવારના ઘર આંગણે 1000 થી વધારે મહેમાનો પધારશે

બોલિવૂડના દિગ્ગજ કલાકારો જેમ કે શાહરુખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત અનેક સ્ટાર્સ આ ફંકશનમાં શામેલ થયા છે. રમતગમતના ક્ષેત્રેથી પણ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ સહીત વિરાટ કોહલી જેવા અનેક મહાનુભાવો આ ફંક્શનમાં હાજરી આપવા પધાર્યા છે, સૌ વીઆઈપી ટેન્ટમાં રોકાયા છે.

સાયના નેહવાલે ટાઉનશિપનો અંદરનો નજારો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે પોતાના ટેન્ટનો વીડિયો બનાવીને શેર કર્યો છે, જેમાં ટેન્ટની ભવ્ય સજાવટ અને આરામદાયક સુવિધાઓ દર્શાવે છે. ટેન્ટમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક દર્શાવતી ભરતકામ અને કલાકૃતિઓથી સજાવટ કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે આ ટેન્ટ એકદમ ફાઈવ સ્ટાર હોટેલના રૂમ જેવીજ લક્ઝ્યુરિસ્ય સુવિધાઓ ધરાવે છે.

આ પ્રી-વેડિંગ ફંકશનમાં સંગીત, નૃત્ય અને ભોજનનો ખાસ આયોજન કરવામાં આવ્યો છે. મહેમાનો માટે ગુજરાતી થાળી સહિત વિવિધ પ્રકારના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, મહેમાનો માટે રાજસ્થાની અને પંજાબી ભાંગડા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *