આજ સુધીનો સૌથી બેસ્ટ વિડીયો !!! જૂના મૂવી ને યાદ કરતાં વરસતા વરસાદમાં આ વૃધ્ધ કપલ એવું રોમેન્ટીક બન્યું કે રસ્તાની વચ્ચે જ …. જુવો વિડીયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ,
હાલમાં તો નાના બાળકો ની સાથે વૃધ્ધ દંપતી ના પણ એવા સરસ વિડીયો જોવા મલી જતાં હોય છે કે જેમાં તેમની વચ્ચે નો પ્રેમ જોઈને આજની જનરેશન પણ તેમના વખાણ કરવા માટે મજબૂર થઈ જતી હોય છે.વરસાદ ની ઋતુમાં ‘ રીમજીમ ગીરે સાવન ‘ ગીત તમે પણ ક્યારેક ગાયું હશે. આ ગીત માં અભિનેતા અમિતાબ બચ્ચન અને મૌસમી ચેટર્જી નું સુપરહિટ ગીત છે. બંને મુંબઈ ના વરસાદમાં પલળતા રસ્તાઓ,મરીન ડ્રાઈવ અને ગેટ વે ઓફ ઈન્ડિયા જેવા સ્થળો પર ફરતા નજર આવે છે.
હવે આટલા વર્ષો પછી એક વૃધ્ધ કપલ એ આ ગીત ને ફરી એજ રોમેન્ટીક અંદાજમાં રિક્રિએટ કર્યું છે.અને હા તેમનો આ પ્રયાસ એટલો બધો અદ્ભુત હતો કે જાણીતા બીજનેસમેન આનંદ મહેન્દ્રા સહિત ના સોશિયલ મીડિયા યુજર આ કપલ ના ફેન થઈ ગ્યાં , ખુદ બીજનેસમેન આનંદ મહેંદ્ર એ આ વાઇરલ ક્લિપ પોસ્ટ કરતાં લખ્યું કે હું આ કપલ ની સરાહના કરું છું જેમને આપનાનને જીવન ની ખૂબસૂરતી થી રૂબરૂ કરાવી છે,
આ વિડીયો આનંદ મહેન્દ્રા એ ટ્વિટર પર પોસ્ટ કરતાં કેપશનમાં લખ્યું હતું કે આનું વાઇરલ થવું મહત્વનુ છે. એક વૃધ્ધ કપલ એ મશહૂર ગીત ‘ રીમ જિમ ગીરે સાવન ‘ ને મુંબઈ ના તે જ સ્થાનો પર ફરી અનુસર્યું છે કે જે ઓરિજિનલ ફિલ્મ માં કરવામાં આવ્યું હતું. હું તેમની સરાહના કરું છું. તેઓ આપણને જણાવી રહ્યા છે કે જો તમે તમારી કલ્પના ને જોશો તો જિંદગી ને આટલી જ સુંદર બનાવી શકો છો જેટલું તમે ઈચ્છો છો.
હાલમાં તો મહેન્દ્રા દ્બારા શેર કરવામાં આવેલ આ પોસ્ટ ને લોકો બહુ જ દિલ થી જોઈ રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે .આ વિડીયો જોનાર દરેક લોકોના દિલ ને સ્પર્શી રહ્યો છે. અને યુજારો કમેંટ કરતાં લખી રહ્યા છે કે જીના ઇસી કા નામ હે. તમને જણાવી દઈએ કે વાસ્તવમાં આ ગીત બસુ ચેટર્જી ના નિર્દેશન માં બનેલી ફિલ્મ ‘ મંજિલ’ (1979 ) નું છે જેમાં અમિતાબ બચ્ચન અને મૌસમી ચેટર્જી જોવા મળે છે, આ ખૂબસૂરત ગીત ને કિશોરકુમાર સાહેબ અને લતા મંગેશકર એ ગયું છે.
This is justifiably going viral. An elderly couple re-enact the popular song 'Rimjhim gire sawan' at the very same locations in Mumbai as in the original film. I applaud them. They’re telling us that if you unleash your imagination, you can make life as beautiful as you want it… pic.twitter.com/wO7iJ3da3m
— anand mahindra (@anandmahindra) July 2, 2023