India

મિનાર માં છુપાયેલ છે ભાઈ બહેનનો પ્રેમ પાછળની ઘટના જાણીને તમારી આંખમા પણ પાણી આવી જશે…

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક મનુષ્ય અનેક પ્રકારની લાગણીઓ ધરાવે છે. જેના કારણે તે પોતાના જીવન માં અનેક સંબંધો બનાવે છે. તેવો જ એક સંબંધ ભાઈ બહેનનો છે. આપણે સૌ જાણીએ છીએ કે બહેન નાની હોઈ કે મોટી તે પોતાના ભાઈ નું હંમેશા ધ્યાન રાખે છે અને ભાઈ પણ પોતાની બહેનની દરેક ઈચ્છા અને અપેક્ષા પૂર્ણ કરવા અનેક વસ્તુઓ કરે છે. તે બંને ભલે એક બીજા સાથે ગમ્મે તેટલા લડે અને ઝગડે પરંતુ જો તેમાંથી એક પર પણ કોઈ પણ પ્રકારની મુસીબત આવી જાય ત્યારે તે બંને એક બીજાની સાથે ઉભા રહીને આવનારી તમામ તકલીફો નો સામનો કરે છે.

આપણે આજે એક એવાજ કિસ્સા વિશે વાત કરવાની છે કે જેમાં આપણને ભાઈ બહેનના નિઃસ્વાર્થ પ્રેમ જોવા મળશે અને આ ઘટના વાંચ્યા બાદ તમારી આખો માં પણ પાણી આવી જશે. આ ઘટના ભાવનગર જિલ્લાના વલભીપુર પાસેના પીપરાળી ગામની છે અહીં એક મોટા ઘરમાં બે ભાઈ બહેન કે જેમના નામ ગોરામી અને ગોરબાનું છે તેઓ એકલા રહેતા હતા તેમના માતા પિતા તેમના બાળપણમાં જ ગુજરી ગયા હતા આ બંને ભાઈ બહેનને એક બીજા પ્રત્યે ઘણોજ પ્રેમ હતો તે બંને જાણે એક બીજાની દુનિયા હોઈ તેમ રહેતા હતા.

તેવામાં સમય જતો ગયો અને ભાઈ અને બહેન મોટા થતા ગયા. જેને કારણે મામા અને મામી એ ગોરામી માટે એક સુશીલ કન્યા જોઈ તેના લગ્ન હમીદા સાથે કર્યા. લગ્ન બાદ પણ ગોરામીનો પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ ઘટ્યો નહિ તે આખો દિવસ અને રાત ફક્ત પોતાની બહેન ગોરબાનું અંગે જ વાત કરતો હતો જેને કારણે તેની પત્ની હમીદાને ગમ્યું નહિ અને તેણે પતિને ખોટું ના લાગે તેમ ગોરબાનુને ઘર માંથી કાઢવાની યુક્તિ બનાવી.

એક દિવસ તેણે ગોરામી ને કહ્યું કે હવે ગોરબાનું મોટી થઇ ગઈ છે માટે તેના લગ્ન કરી દેવા જોઈએ આ સાંભળીને તે ઉદાસ થઇ ગયો અને પરાણે બહેન માટે છોકરાની તલાસ કરવા લાગ્યો તે બહેનને મળી શકે તે માટે નજીકના જ લોલીયાણા ગામના એક સુખી સૌયાદ પરિવાર માં બહેનના લગ્ન કાર્ય જેના પછી ભાઈની તો આખી દુનિયા લૂંટાઈ ગઈ હોય તેવી તેની હાલત થઇ ગઈ.

તેણે પોતાની બહેન વગર એક રાત તો માંડ કાઢી ત્યાંતો બીજા દિવસે સવારમાં જ બહેનને મળવા તેના સાસરે ગયો અને લોકો ની પરવાહ કાર્ય વગર આઠ થી નવ દિવસ ત્યાંને ત્યાં રોકાઈ ગયો જેને કારણે ગોરબાનું ની નણંદે મહેણું મારતા કહ્યું કે પોતાનો ભાઈ અસ્લમ આ બંને ભાઈ બહેન સાથે પરણ્યો હોઈ તેવું લાગે છે આ વાત બંને ભાઈ બહેનને લાગી આવી જતા જતા ગોરમીએ બનેવીને ગામમાં એક ઉંચો મિનાર બનાવવા કહ્યું.

અને પોતે પણ પોતાના ગામમાં એક ઉંચો મિનાર બનાવશે જેના પર જઈ ને બંને ભાઈ બહેન દીવો કરીને એક બીજાને મળ્યા નો આનંદ માણસે ગોરામી ના જણાવ્યા અનુસાર બંને ગામોમાં મિનાર બન્યા અને બંને ભાઈ બહેન મિનાર પર દીવો કરતા અને પોતે મળ્યાનો આનંદ માણતા. તેવામાં એક દિવસ ગૌરામીને કામથી ભાવનગર આવવાનું થયુ અને પોતાને આવતા મોડું થશે તેમ જણાવી હમીદાને આ મિનાર પર દીવો કરવા કહ્યું પરંતુ હમીદાએ તેમ ન કર્યું જયારે બીજી બાજુ બહેન ગોરબાનું દીવો લઈને ભાઈની રાહ જોતી હતી.

પરંતુ ભાઈનો દીવો ના દેખાતા ભાઈ ને કઈ થઇ ગયું તેમ વિચારીને બહેન ગોરબાનું એ આ મિનાર પરથી કૂદીને પોતાનો જીવ આપી દીધો જયારે ભાઈ ગોરામી પરત આવ્યો અને હમીદાને દિવા અંગે પૂછ્યું ત્યારે પોતે દીવો કરતા ભૂલી ગઈ છે તેવું ખોટું બોલી ભાઈ ઉતાવળો દીવો લઈને મિનાર પર ચડયો પરંતુ સામેની બાજુ અંધારું જોતા પોતાની બહેન હવે નથી રહી તેમ વિચારીને ભાઈ ગૌરામી એ પણ મિનાર પરથી પડતું મૂકી ને પોતાનો જીવ આપી દીધો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *