ભાનુભાઈ પટેલે 8 વર્ષ જેલ મા રહી ને એવો રેકોર્ડ બનાવ્યો કે જાણી ને તમે પણ ચકિત થઈ જશો ! 31ડીગ્રી…
કોણ કહે છે કે, જેલ માત્ર ગુન્હાની સજા કાપવાનું જ સ્થાન છે.આજે અમે આપને એક એવી ઘટના વિશે જણાવીશુ કે જેલમાં વ્યક્તિ જો ઘારે તો કંઈ પણ કરી શકે અને આમ પણ તમેં કંઈ જગ્યાએ છો એ મહત્વનું નથી પરંતુ તમારી અંદર કેટલો આત્મવિશ્વાસ અને આવડત રહેલ છે એ જરૂરી છે. આજે અમે આપને એક એવી વાત જણાવીશું કે, આ વ્યક્તિએ કેદી હોવાની પરિભાષા બદલી નાખી.
જેલમાં થી આવ્યા પછી કેદીઓને એક ગુનેગાર તરીકે જ જોવાય છે. ભૂલ દરેક વ્યક્તિ થી થાય છે અને દરેક લોકો તેની સજા ભોગવે છે. મહ્ત્વનું એ હોય છે કે,તમે કંઈ રીતે જીવનમાં તમારી ભૂલોનો પશ્ચતાપ કરી શકો છો. આજે એક એવા કેદીઓની વાત કરીશું કે, જેને જેલમાં રહીને પોતાનું જીવન ઉજ્જવળ બનાવ્યું અને ખૂબ જ અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે.
અમદાવાદમાં એક એવા કેદી છે. જેમણે જેલવાસના 8 વર્ષમાં વિવિધ કોર્ષની 31 જેટલી ડિગ્રીઓ મેળવી છે. તેમણે 8 વર્ષની સખત મહેનતના દમ પર ડિપ્લોમા, ડિગ્રી અને સર્ટિફિકેટ અભ્યાસક્રમોની 31 ડિગ્રી હાંસલ કરીને વિશ્વ ખિતા મેળવ્યો છે. 50 વર્ષીય ભાનુ પટેલ નામના આ અમદાવાદી જેલનું જીવન ભારે હૃદયે વર્ણવ્યું હતું.
આ ડિગ્રીઓ મેળવવા માટે ભાનુ પટેલે 8 વર્ષ સુધી પ્રતિકૂળ સંજોગોમાં અડગ મન બનાવ્યું હતું.ખરેખર આવું કરવું એ દરેક વ્યક્તિઓ માટે શક્ય નથી. કેટલાક એવા વ્યક્તિઓ હોય છે, જે જેલમાં પોતાની સજા પુરી કર્યા પછી પણ જેવા હોય એવા જ રહે છે અને કંઈ પણ જાતનો સુધારો આવતો નથી.
ભાનુભાઈ પટેલની વાત કરીએ તો વર્ષ 19992માં અમેરિકાના મેક્સિકોમાં મેડિકલની ડિગ્રી માટે ગયા હતા. જે દરમિયાન તેમના એક મિત્રએ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં જોબ ચાલુ કરી અને તેનો પગાર ભાનુભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા લાગ્યો બીજી તરફ તપાસ થતાં ભાનુ પટેલ પર દાણચોરીને કેસ થયો અને તેમને ભારત આવ્યા બાદ 8 વર્ષની સજા થઈ.
ખરેખર આ વ્યક્તિનું હૃદય ખૂબ જ મોટું કહેવાય કે, સજા હસતા મોંઢે સ્વીકારી લીધી. જેલમાં થતાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી અભ્યાસ કરવા લાગ્યા હતા. સજા પુરી થયા પછી તેમણે સરકારી નોકરી પણ મેળવી. મહત્વની વાત એ કે, જેલના સળિયા પાછળ સિદ્ધિ અંગે પુસ્તક પણ લખ્યું છે. જે ઘણાં લોકો માટે પ્રેરણા બની રહેશે.
ભાનુ ભાઈ પટેલ વિશ્વના પહેલાં એવાં વ્યક્તિ છે જેમણે કારાવાસ દરમિયાન સૌથી વધુ ડિગ્રીનો રેકોર્ડ મેળવ્યો છે. ભાનુ પટેલના કહેવા પ્રમાણે હું હર્ષની લાગણી અનુભવું છું. હું સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. ખરેખર આ ઘટના અનેક કેદીઓ માટે લાભદાયક રહેશે .એક વાત તો સત્ય છે કે, તમારા જીવનમાં અનેક આપત્તિઓ જે, દુઃખ આવશે પરતું તમે આપત્તિઓ ને પણ અવસરમાં બદલો એજ તમારી સાચી આવડત અને તમે જીવન જીવ્યા કહેવાય.