ભારતીસિંહ પુત્ર ગોલા સાથે કપિલ શર્મા ની પુત્રી ના જન્મદિવસ માં પહોંચી બંને એ ગલૂડિયા સાથે કરી મસ્તી, જુઓ વિડીયો.
ભારતની કોમેડી કિંગ એટલે ભારતી સિંહ. ભારતી સિંહ તેના સ્વભાવ અને તેના કોમેડી માટે આખા ભારતમાં પ્રખ્યાત છે. ભારતી સિંહે ઘણા બધા ભારતમાં ટેલિવિઝન પર આવતા શો ને હોસ્ટ કરેલા છે. ભારતી સિંહે વર્ષ 2017 માં હર્ષ લીમ્બાચીયા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2022 માં ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા માતા-પિતા બની ગયા છે. તેના પુત્ર નું નામ છે લક્ષ અને માતા પિતા તેને પ્રેમથી ગોલા કહીને બોલાવે છે.
ભારતી સિંહ અવારનવાર તેના instagram એકાઉન્ટ ઉપર તેના પુત્ર લક્ષ એટલે કે ગોલા ના ફોટા શેર કરતી હોય છે. ફોટા ઉપરાંત વિડીયો પણ શેર કરતી હોય છે. જે તેના ચાહકોને ખૂબ પસંદ આવતા હોય છે. હાલમાં ભારતી સિંહ અને તેનો પુત્ર લક્ષ ભારતના પ્રખ્યાત કોમેડી એવા કપિલ શર્મા ના ઘરે પહોંચ્યા હતા. જાણવા મળ્યું કે કપિલ શર્મા ની પુત્રી અનાયરાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતી અને તેનો પુત્ર ગોલા બંને જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા.
જન્મદિવસની પાર્ટી નો એક ફોટો ભારતી સિંહે તેના instagram એકાઉન્ટ ઉપર શેર કરેલો છે અને તેને જણાવ્યું કે આ જન્મદિવસની પાર્ટી ગોલાની પ્રથમ પાર્ટી છે. ભારતી એ તેના instagram એકાઉન્ટ ઉપર તેના અને તેના પુત્રનો એક ફોટો શેર કરેલો છે. જેમાં જોવા મળે છે તેમ તે તેના પુત્ર સાથે બે ગલુડિયા સાથે જોવા મળે છે. જેમાંથી એક નાનું ગલુડિયું લક્ષ ના મોઢા ઉપર ચુંબન કરે છે અને ભારતી સિંહ પણ તેમાં ખુશખુશાલ નજર આવે છે.
ભારતી અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા ખુબ જ સુંદર રીતે જીવન પસાર કરી રહ્યા છે. ભારતી સિંહની વાત કરવામાં આવે તો તે અનેક શો ને હોસ્ટ કરી ચૂકી છે અને અનેક સીરીયલોમાં અને શોમાં પાર્ટિસિપેટ પણ થયેલી છે. આમ તેના ચાહકોને ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે અને ભારતી એ તેના youtube ના બ્લોગ ઉપર એક વીડિયો પણ શેર કરેલો છે જેમાં તે ખૂબ ખુશ ખુશાલ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!