ભાવનગર- પાટીદાર યુવતી એ આત્મહત્યા કરી પકડી અનંત ની રાહ ! યુવતી ના ગામ માં જ રહેતો યુવાન યુવતી ને, જાણો વિગતે.
રોજબરોજ હત્યા, આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા કરે છે. ક્યારેક પૈસાની લેતી દેતીમાં તો ક્યારેક પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કે લોકો એકબીજાની હત્યા કરી દેતા હોય છે. પ્રેમ પ્રકરણને લઈને એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના ભાવનગરના ગારીયાધાર તાલુકામાંથી સામે આવી છે.
વધુ વિગતે વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના ગારીયાધાર તાલુકામાં આવેલા ઠાસા ગામ માં રહેતી રવિના દામજીભાઈ કાનાણી નામનીયુવતી એ આત્મહત્યા કરી લેતા ભારે ચર્ચાનો વિષય થવા પામ્યું છે. વિગતો અનુસાર ગારીયાધાર તાલુકાના ઠાસા ગામે રહેતો પરિવાર રાત્રી દરમિયાન સૂતો હતો. એ દરમિયાન રવિના તેની પથારીમાં દેખાઈ ન હતી. જેથી તેના માતા પિતાએ ઘરમાં શોધખોળ આદરી.
તો રવિના એ ગળાફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ માલ સામાન રાખવાના રૂમમાંથી મળી આવી હતી અને તેની બાજુમાંથી તેને લખેલી અંતિમ સુસાઇડ નોટ મળી આવી હતી. આ મામલા બાદ ગામના લોકો એકઠા થઈ ગયા હતા. યુવતીએ શા માટે આત્મહત્યા કરી તેની વાત કરવામાં આવે તો તે જ ગામમાં રહેતા સચિન હરજીભાઈ વોરા કે જે યુવાન રવિના સાથે રિલેશનશિપમાં હતો.
અને રિલેશનશિપ રાખી યુવતીના વિડીયો અને ફોટા પાડી લીધા હતા. જે ફોટા યુવતીના ભાઈ તથા યુવતીના ઘરના સભ્યોને અવારનવાર મોકલતો હતો અને યુવતીના આખા પરિવારને માનસિક ત્રાસ આપતો હતો અને યુવતીના પિતાએ યુવકને સમજાવ્યા બાદ પણ યુવકના પરિવારજનો દ્વારા અને યુવક દ્વારા તેના યુવતી સાથે લગ્ન કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.
તેવું યુવતીએ અંતિમ સુસાઇડ નોટમાં લખ્યું હતું. યુવતી ને લગ્ન કરવાની ધમકી આપીને તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ બાબતથી કંટાળીને આખરે યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ ગારીયાધાર પોલીસને આ બાબતની જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!