India

નેપાળ- વિમાન માં સવાર એરહોસ્ટેસ નો આ વિડીયો બની ગયો જીવન નો અંતિમ વિડીયો. ખુશખુશાલ જોવા મળતી, જુઓ વિડીયો.

Spread the love

હાલમાં ગઈકાલે નેપાળમાં આવેલા પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક પ્લેન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. વિમાન પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ થી થોડું જ નજીક હતું ત્યાં પ્લેન માં ટેકનિકલ ખરાબીને કારણે તે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 68 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ઉદઘાટન બે અઠવાડિયા પહેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઇન્ટરનેશનલ એરપોર્ટને ચીનની સહાયથી બનાવવામાં આવેલું હતું. જેનું પહેલી જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં નેપાળના જાણીતા લોકગાયિકા નિરાં છાંટ્યાલ નું દર્દનાક મોત નીપજ્યું હતું. નીરા છાંટ્યાલ એ નેપાલની એક પ્રસિદ્ધ લોકગાયકા છે કે જેઓ પોખરામાં આયોજિત એક કોનસેટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે અગાઉ વિમાનમાં સવાર એરહોસ્ટેસ યુવતી ઓસીન આલે કે જેને tiktok ઉપર એક પોતાનો વિડીયો બનાવ્યો હતો. દુર્ઘટના બાદ આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એરહોસ્ટેસ ઓસીન આલે ખૂબ જ હસતી જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એરહોસ્ટેસ પ્લેનમાં સવાર છે અને પોતાના tiktok ઉપર પોતાનો વિડીયો બનાવી રહી છે.

અને તેનું પણ આ વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. તેને શું ખબર કે આ વિડીયો તેના જીવનનો અંતિમ વિડીયો બની જશે. આ દુર્ઘટના બાદ નેપાળ સરકારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી હતી અને ત્યારબાદ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. વિમાન દુર્ઘટના ની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી.

નેપાળ એરપોર્ટ ઓથોરિટીના કહેવા મુજબ વિમાન ક્રેશ થવાનું કારણ ટેકનિકલ ખામી જણાવ્યું છે. આ પ્લેનમાં કુલ ટોટલ 72 લોકો સવાર હતા. જેમાં ચાર ક્રૂ મેમ્બર સહિત પાંચ ભારતીય લોકો અને 10 વિદેશી નાગરિકો સવાર હતા. આમ આ દુર્ઘટના રવિવારના રોજ બનતા આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *