તરસ થી પીડાતી ખિસકોલી એ વ્યક્તિ પાસે બે હાથ જોડી પાણી માંગ્યું. વિડીયો જોઈ રહી જશે દંગ, જુઓ વિડીયો.
આ ધરતી પર માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને ઘણી વખત લોકો માનવતાનું ઉદાહરણ આપતા રહે છે. ઘણા લોકો માણસોની સાથે સાથે મૂંગા જીવોને પણ મદદ કરીને માનવતાનું જબરદસ્ત ઉદાહરણ રજૂ કરે છે. વનનાબૂદી અને જળાશયોના અભાવને કારણે ઘણી વખત પ્રાણીઓ તરસથી મૃત્યુ પામે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક નાની ખિસકોલીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ખિસકોલી તરસથી પીડાય છે અને વ્યક્તિની સામે જોવે છે ત્યાર પછી તે વ્યક્તિ તેને પાણી આપે છે. આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તરસતી ખિસકોલીને બોટલમાંથી પાણી આપી રહ્યો છે. પહેલા ખિસકોલી વ્યક્તિ પાસે જાય છે અને તેને પાણી પીવા માટે વિનંતી કરે છે, ત્યારબાદ તે ખિસકોલીને પાણી આપે છે.
આ વીડિયો જોયા બાદ લોકો વ્યક્તિના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકોએ નદીઓના સંકોચાઈ જવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આવા અનેક વિડીયો વાયરલ થતા હોય છે. આ વીડિયોને જોઈને લોકો આ વ્યક્તિ ની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને ખિસકોલી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે જળ એ જ જીવન છે. કેટલાક લોકો પ્રતિક્રિયા આપતા કહે છે કે પાણીને ગમે તે રીતે વેડફવું જોવે નહીં અને પાણીનો ખરેખર બચાવ કરવો જોઈએ.
पानी की कीमत को समझिए…💧https://t.co/hBPtbEaI65 pic.twitter.com/7B4kfkRfkE
— Mahant Adityanath 2.0🦁 (Parody) (@MahantYogiG) January 13, 2023
આવા અનેક લોકો હોય છે કે જે પશુ પ્રાણીઓ ની સેવા કરતા હોય છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઈને લાઈક કરી દીધો છે. કેટલાક લોકો મૂંગા પશુ પ્રાણીઓ માટે ઘર પણ બનાવતા હોય છે અને તેના જમવા માટેની પણ વ્યવસ્થા કરી દેતા હોય છે. જેના થકી સમાજમાં એક નવું ઉદાહરણ પૂરું પડતું હોય છે અને લોકોને આવા કાર્ય પ્રત્યે પ્રેરણા બળ પણ પૂરું પડતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!