ભાવનગર- જાન માંડવે આવતા કન્યા નું થયું હાર્ટ-એટેક થી મોત માલધારી સમાજે જાન પરત ન ફરે માટે એવો નિર્ણય લીધો કે,
રોજબરોજ હાર્ટ એટેક થી મોત થવાના અનેક સમાચાર સામે આવતા હોય છે. પરંતુ ભાવનગર શહેરમાંથી એક એવી ઘટના સામે આવી કે જેને સાંભળીને દરેક લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. જે દીકરીના લગ્ન થવાના હતા તે જ દીકરી નું લગ્નના દિવસે મોત થઈ જતા આખા પરિવારમાં ભારે માતમ છવાઈ ચૂક્યો હતો. આખી ઘટના ની વાત કરવામાં આવે તો આ ઘટના ભાવનગર શહેરમાં બની છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે.
જાણવા મળ્યું હતું કે ભાવનગર શહેરમાં ભરવાડ સમાજના વ્યક્તિ જીણાભાઈ ભાકાભાઈ રાઠોડ કે જેની બે દીકરીના લગ્ન થવાના હતા. જેની જાન પણ માંડવે આવી ગઈ હતી. બે દીકરીઓ પૈકી એક દીકરીને લગ્નના દિવસે હાર્ટ એટેક આવી ગયો હતો જેને બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઝીણાભાઈ ભાકાભાઈ રાઠોડ ના આંગણે શુભ પ્રસંગ હતો.
તેમની દીકરી હેતલબેન ના લગ્ન નારી ગામના આલગોતર રાણાભાઇ બુટાભાઈ ના દીકરા વિશાલભાઈ સાથે થવાના હતા. ચારેય તરફ લગ્નનો આનંદ હતો પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. હેતલ બહેનને અચાનક ચક્કર આવી ગયા અને તે ઢળી પડ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલે લઈ જતા તબીબોએ કહ્યું કે હેતલ બહેનને હાર્ટ એટેક આવી ગયો છે અને તેનું મોત થઈ ચૂક્યું છે.
જાન માંડવે આવી પહોંચી હતી અને જાનને કન્યા વગર પરત મોકલી શકાય તેમ ન હતું. આથી મૃતક દીકરીના પિતા અને પરિવારના સભ્યોએ પોતાના દિલ ઉપર પથ્થર રાખીને હેતલબેન ની નાની બહેનને વિશાલભાઈ સાથે લગ્ન કરાવી દીધા અને જાન કન્યાને લઈને પરત ફરી હતી. આ ઘટનાની જાણ ભાવનગરના કોર્પોરેટર તથા માલધારી સમાજના અગ્રણી લક્ષ્મણભાઈ રાઠોડ ને થતા તેઓ પરિવાર પાસે દોડી આવ્યા હતા અને દુઃખ વ્યક્ત કરીને પરિવારને આશ્વાસન આપ્યું હતું. એક તરફ લગ્ન અને બીજી તરફ દીકરીની અર્થી એક સાથે નીકળતા પરિવારમાં અને આજુબાજુમાં ભારે દુઃખની લાગણી જોવા મળી હતી. ભગવાન હેતલબેન ની આત્માને શાંતિ આપે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!