પરિવાર હોય તો આવો !! આ પરિવારની છ પેઢી રહે છે એક જ છત નીચે, કુલ 185 સદસ્ય ! રોજ 13 ચૂલા સળગે છે તો મહીનાનનું રાશન 12 લાખ….
કળયુગ એ ચરણ સીમાએ પોહચી ગયું છે કે હાલ તો દીકરાઓ પોતાના માતા-પિતાઓને ઘરડા ઘર અથવા તો વૃદ્ધાઆશ્રમમાં રહેવા માટે મજબુર કરી રહ્યા છે એમાં આજના આ લેખના માધ્યમથી અમે એક ખુબ જ સુંદર પરિવાર વિષે જણાવાના છીએ જેના પરિવારના કુલ 185 સદસ્યો એક જ સાથે એક જ ઘરની છત પર રહે છે. ઘરમાં કોઈ અંદરો અંદર વિવાદ થાય તો તેને પણ બેઠીને સુલજાવી લેવામાં આવે છે તો રોજ કેટલાય કિલોનું શાક તથા જમવાનું બને છે તો ચાલો તમને આ પરિવાર વિશે જણાવીએ.
આ ખાસ પરિવાર રાજસ્થાનના અજમેરના રામસર ગામની અંદર વસવાટ કરે છે અને આ પરિવારનું નામ “બાગડી માલી પરિવાર” નામથી હાલ આખા ગામમાં ઓળખાય છે. આ પરિવાર સંયુક્ત કુટુંબ પ્રથા તેમન જ સંયુક્ત એકતાનું ખુબ સારું એવું ઉદાહરણ આપે છે. આ પરિવારના મુખ્યા એટલે કે પરિવારના કરતા માળી હતા જેમને છદીકરાહતાતેમનુંનામમોહનલાલ,ભવરલાલ,છગનલાલ,છોટુલાલ,બિરદીચંદ તથા રામચંદ્ર એમ છ દીકરા છે.
આ છ દીકરાઓ માંથી બે દીકરા ભંવરલાલ તથા રામચંદ્રનું તો મૃત્યુ થઇ ગયું છે, આ પરિવારની અંદર કુલ 65 પુરુષો,60 મહિલાઓ તથા 60 બાળકો એક સાથે રહે છે અને એટલું જ નહીં કુલ છ પેઢી એક જ છતની નીચે વસવાટ કરી રહી છે. આ પરિવારના બુઝુર્ગ એવા બિરદીચંદએ જણાવ્યું હતું કે તેમના પિતા સુલ્તાને હમેશા પરિવાર સાથે એકજુટ રહેવા માટે જણાવ્યું છે અને એકજુટ જ રાખ્યા છે આથી જ છેલ્લી છ પેઢી એક જ છત નીચે રહેતી આવી છે.
તમામ સદસ્યો વચ્ચે ખુબ પ્રેમ તથા લાગણી પણ છે ક્યારેક થોડો વિવાદ થાય તો પણ તેને સુલજાવી લેવામાં આવે છે, પરિવારના કર્તાએ જણાવ્યું કે જયારે તેમના પિતા જીવતા હતા ત્યારે તેમનો મોટો ભાઈ શેઠને ત્યાં નોકરી કરતો હતો અને ત્યારે ફક્ત 4 વીઘા જમીન હતી પરંતુ હાલ પરિવારના તમામ સદસ્યોની મહેનતથી આ જમીન વધીને 600 વીઘા જેટલી થઇ ચુકી છે, જેમાં શાકભાજી જેવી ખેતી કરીને પરિવારના ખર્ચનો ભાર ઉઠાવામાં આવે છે.
એટલું જ નહીં અમુક સદસ્યો નોકરી કરે છે, અમુક પશુપાલન તો અમુક બિલ્ડીંગ મટિરીયલની દુકાન તો અમુક ધંધો તથા ખેતીવાડી કરીને આ પરિવારનો ખર્ચ ઉઠાવામાં આવે છે. અંદાજિત આ પરિવાર દ્વારા રેશન પાછળ 12 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે તથા રોજ સવારે પાંચ વાગે મહિલાઓ 13 ચૂલા જગાવીને તમામ સદસ્યો માટે જમવાનું બનાવા લાગે છે.
આ પરિવારમાં રોજ સવારે 25 કિલો શાક તથા 40 કિલો લોટની રોટલી બનવામાં આવે છે જયારે રાત્રે 25 કિલો શાક તથા 25 કિલો લોટની રોટલી બનાવામાં આવે છે. આ કામ આસાનીથી થઇ શકે તે માટે થઈને ઘરની તમામ મહિલાઓએ એકબીજા વચ્ચે તમામ કામને વહેંચી લીધા છે જેથી તમામ કાર્ય સરળતાથી થઇ જાય છે. આજે પણ આ આખો પરિવાર એક સાથે બેઠીને જ જમે છે, ખરેખર આ પરિવાર સંયુક્ત કુટુંબ પ્રથા જાળવી રાખી છે.