Gujarat

ઘર ઘરમાં જાણીતું વાડીલાલ આઈસ્ક્રીમની કંપની શરૂ કરનાર છે આ ગુજરાતી! એક સોડાની દુકાનમાંથી આ રીતે બનાવી અબજોની કંપની…

Spread the love

વાડીલાલ એ નામ આજે ભારતમાં કોઈને પણ નવું નથી. ૧૯૦૭માં શરૂ થયેલી આ ગુજરાતી કંપની આજે દેશની સૌથી મોટી અને સૌથી જૂની આઈસ્ક્રીમ કંપનીઓમાંની એક છે. ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી, વાડીલાલનું જાદુ લોકોના દિલ પર રાજ કરી રહ્યું છે.

આ બ્રાન્ડની કહાની કંપનીના સ્થાપક વાડીલાલ ગાંધી સાથે શરૂ થાય છે. હાથથી ચાલતી સ્વદેશી આઈસ્ક્રીમ મશીનથી શરૂ થયેલી આ કંપની આજે ૨૦૦થી પણ વધુ ફ્લેવરમાં આઈસ્ક્રીમ વેચે છે. ૪૯ દેશોમાં ફેલાયેલો આ બિઝનેસ ૧૭૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનો માર્કેટ કેપ ધરાવે છે. ચાલો જાણીએ કે કેવી રીતે બન્યો આ બ્રાન્ડ આટલો મોટો…

મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા વાડીલાલ ગાંધીએ ૧૯૦૭માં ગુજરાતના અમદાવાદમાં એક નાની સોડા શોપ ખોલી હતી. આ દુકાનની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધવા લાગી. તેમણે ‘કોઠી’ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોડા વેચવા અને આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી. તે સમયે હાથથી ચાલતી મશીનનો ઉપયોગ કરીને બરફને મીઠું અને દૂધ સાથે ભેળવીને આઈસ્ક્રીમ બનાવવામાં આવતી હતી. વાડીલાલ થર્મોકોલના કન્ટેનરોમાં આઈસ્ક્રીમને બરફની સિલ્લીઓ વચ્ચે રાખીને હોમ ડિલિવરી પણ કરતા હતા.

વાડીલાલની આઈસ્ક્રીમ એટલી સ્વાદિષ્ટ હતી કે ઓછા સમયમાં જ તેની ખૂબ માંગ થવા લાગી. આ રીતે ઓછા સમયમાં જ તેમનો બિઝનેસ ખૂબ સફળ થઈ ગયો. આઈસ્ક્રીમ બનાવવાનો બિઝનેસ વાડીલાલ ગાંધીએ પોતાના પુત્ર રણછોડલાલ ગાંધીને સોંપ્યો.

રણછોડલાલ ગાંધીએ પોતાના પરિવારના બિઝનેસને આગળ ધપાવ્યો અને ૧૯૨૬માં જર્મનીથી આઈસ્ક્રીમ બનાવવાની એક મશીન મંગાવી. તે જ વર્ષે તેમણે દેશમાં પહેલું આઈસ્ક્રીમ આઉટલેટ ખોલ્યું. ૧૯૫૦માં, રણછોડલાલે કસાટા આઈસ્ક્રીમ લોન્ચ કરી જે ખૂબ જ લોકપ્રિય બની. આ સાથે જ વાડીલાલની બ્રાન્ડ મેકિંગની પણ શરૂઆત થઈ.૧૯૭૦માં, વાડીલાલે વિશાળ રેન્જ ઓફ આઈસ્ક્રીમ પાર્લર ખોલવાનું શરૂ કર્યું જે ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા.

આજે, વાડીલાલ ભારતની સૌથી મોટી આઈસ્ક્રીમ કંપનીઓમાંની એક છે. તે ૨૦૦થી પણ વધુ ફ્લેવરમાં આઈસ્ક્રીમ વેચે છે અને ૪૯ દેશોમાં તેનો બિઝનેસ ફેલાયેલો છે. કંપનીનું ટર્નઓવર ૧૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને તેનો માર્કેટ કેપ ૧૭૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *