ગુજરાત હવામાન વિભાગની મોટી આગાહી!! આજના દિવસે રાજ્યના આ જિલ્લાઓમાં થઇ શકે છે મેઘમાહેર…જાણો ક્યાં ક્યાં જિલ્લામાં પડી શકે?
હવે કઈક વરસાદની રૂતુ આવી એમ લાગી રહી છે અને સમગ્ર ગુજરાતમાં મેહુલિયાએ પોતાનું આગમન કરી લીધું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદી માહોલ ને લઈને રાજ્ય ના તમામ જીલ્લાને લઈને આગાહી કરવામાં આવી છે. આમ તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદે પોતાનું રૂપ દેખાડી જ દીધું છે અને આથી જ ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરાઇ છે. જેમાં કચ્છ, દ્વારકા, મોરબી માં વરસાદની સંભાવના જણાવી છે
તો ત્યાં જ બીજી બાજુ મેહુલિયાએ વરસવાનું શરૂ કરી દીધું છે અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. ગુજરાત રાજ્યને લઈને હવામાન વિભાગ ના આગાહી કર્યા અનુસાર આજે કચ્છ, દ્વારકા, મોરબીમાં વરસાદના આવવાની સંભાવના છે તો આ સાથે જ જામનગર, પોરબંદર, રાજકોટ માં પણ વરસાદની આગાહી જોવા મળી છે.ત્યાં જ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ માં પણ વરસાદે પોતાનું આગમન દર્શાવવાની તૈયારી માં છે.
અને ગાંધીનગર, પાટણ, મહેસાણા માં પણ વરસાદ આવાની સંભાવના દર્શાવી છે. આ સાથે જ બાકીના રાજ્યો સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, આનદ, ભરુચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા, છોટા ઉદયપુર, અરવલ્લી માં પણ વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જેના માટે આજે સવાર થી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને સુરજ દાદા વાદળોની પાછળ સંતાઈ ગ્યાં છે.