National

હેલીકૉપટર ક્રેશમાં અવસાન પામેલ સીડીએસ બિપિન રાવત અને અન્ય લોકોના પાર્થિવ દેહ જયારે પાલમ એરપોર્ટ પર આવ્યા ત્યારે પરિવારની હાલત જોઈને સૌ કોઈ ભાવુક થઇ ગયા……..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ આપણા દેશને ઘણું જ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. જેની પાછળનું કારણ એક હેલીકૉપટર ક્રેશ છે. આ હેલીકૉપટર ક્રેશના કારણે હાલ આખા દેશમાં શોક નો માહોલ છે. એક હેલીકૉપટર ક્રેશે દેશ પાસેથી તેનો વીર યોદ્ધા અને સાચો સપૂત છીનવી લીધો છે. જેની ખોટ દેશને લાંબા સમય સુધી જોવા મળશે. જયારથી સીડીએસ બિપિન રાવત ના હેલીકૉપટર ક્રેશ અને તેમના અવસાન ની ખબર આવી છે ત્યારથી આખો દેશ શોકમાં જોવા મળી રહ્યો છે.

બિપિન રાવત સર ના નિધન બાદ સામાન્ય વ્યક્તિથી લઈને મોટી હસ્તીઓ અને પ્રધાન મંત્રી થી લઈને રાષ્ટ્રપતિ સુધીના દરેક મોટા રાજનેતાઓ પણ સીડીએસ ના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે જો વાત આ હેલીકૉપટ ક્રેશમાં અવસાન પામેલા અધિકારીઓના પરિવાર વિશે કરીએ તો તેમની હાલત પણ ઘણી ખરાબ જોવા મળે છે. પરિવારમાં શોક નો માહોલ છે. આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્વજનોને ખોવાનું દુઃખ કેટલું હોઈ છે. જો કે સીડીએસના નિધનના કારણે દરેક વ્યક્તિમાં દુઃખ અને શોકની ભાવના જોવા મળે છે. જો કે આપણે સૌ જાણીએ છીએ કે આવા દેશ ભક્તો કોઈ દિવસ મૃત્યુ પામતા નથી પરંતુ તેઓ જીવતા રહે છે લોકોની યાદોમાં અને લોકના વિચારો માં.

આપણે સૌ જાણીએ છીએ કે સીડીએસ બિપિન રાવત કરોડો દેશવાસીઓ માટે પ્રેરણા સમાન હતા. લોકો તેમને ઘણું માન આપતા હતા. માટે જ તેમના અવસાન બાદ આખા દેશમાં શોક જોવા મળે છે. દેશના અનેક ભાગોમાં લોકોએ માર્ચ કાઢી અને ભારત માતા કી જય અને બિપિન રાવત સર ના સન્માન માં અનેક નારેબાજી પણ કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેવામાં જયારે આ તમામ લોકોના પાર્થિવ શરીર જયારે પાલમ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમના પરિવાર પર દેશના દરેક વ્યક્તિની નજર હતી.

જણાવી દઈએ કે બિપિન રાવત સર પોતાની બંને દીકરીઓ ને ઘણો જ પ્રેમ કરતા હતા. આમતો તેમની પુત્રીઓ વિશે કોઈ ખાસ ચર્ચા થતી ન હતી પરંતુ તેમની બંને પુત્રીઓ તેમની તાકાત હતી. તેવામાં જયારે તેમનું પાર્થિવ શરીર પાલમ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે તેમની બંને પુત્રીઓ રડવા લાગી આ ઉપરાંત ત્યાં હાજર તમામ લોકો અને આ મંજર જોવા વાળા દરેક લોકોની આખો ભીની હતી. જણાવી દઈએ કે હાલના સમય માં આખો દેશ આ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.

તેવામાં દેશના પ્રધાન મંત્રી અને રક્ષા મંત્રી બંને લોકો આ તમામ અવસાન પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ તમામ લોકોને પોતાની શ્રદ્ધા સુમન અર્પિત કરી અને ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે મળ્યા પણ હતા. તેમણે તમામ લોકોને પોતાનું આશ્વાશન અને શાંત્વના પણ પાઠવી. આ બનાવ માં સીડીએસ અને તેમના પત્ની મધુલિકા રાવત બંને ના અવસાન થયા છે.

જેના કારણે તેમની બંને પુત્રીઓ પર માતા અને પિતાનો એક સાથ એક સાથે ગુમાવ્યો છે. અકસ્માત અંગે માહિતી મળ્યા પછી બિપિન રાવત સર ની મોટી પુત્રી કૃતિકા માતા પિતાના મૃત્યુના સદમા માં છે. જયારે તેમની નાની પુત્રી તારિણી નો પણ રોઈને ઘણો ખરાબ હાલ છે. જણાવી દઈએ કે કૃતિકા ના લગ્ન થઇ ગયા છે અને હાલ તે મુંબઈ રહે છે જયારે તારિણી દિલ્હીમાં રહે છે અને હાઈ કોર્ટ માં પ્રેક્ટિસ કરે છે.

આ સમયે બીજો દુઃખદ મંજર બ્રિગેડિયર એલ એસ લીડર ના પરિવારનો પણ હાલ આવો જ કંઈક છે. જણાવી દઈએ કે બ્રિગેડિયર એલ એસ લીડર નો પાર્થવી શરીર જયારે પાલમ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે તેને જોઈને તેમના પત્ની અને તેમની પુત્રી ઘણું જ રડવા લાગ્યા જે બાદ અન્ય પોલીસ અધિકારીઓ એ તેમને સાંત્વના આપી અને તેમને શાંત કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *