જો તમે પણ કાકડી ખાધા પછી પાણી પીઓ છો તો સાવધાન ! થઇ શકે છે આટલી સમસ્યાઓ જાણો વિગતો….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં આપણું સ્વાસ્થ્ય ઘણું જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી સાચી સંપત્તિ આપણું સ્વસ્થ શરીર છે. તેમાં પણ જ્યારથી કોરોના આવ્યો છે પછી દરેક વ્યક્તિ સ્વાસ્થન ને લઈને ઘણા ચિંતા ગ્રસ્ત જોવા મળે છે. જેના કારણે અનેક લોકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવતા હોઈ છે. છતા પણ ઘણા લોકો એવા હોઈ છે કે જેમના આવા ઘણા પ્રયત્ન કરવા છતાં પણ તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી તેની પાછળનું કારણ આવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી ભૂલો છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ શરીર સ્વસ્થ રાખવા માટે જરૂરી કસરત અને પૂરતું પૌષ્ટિક ખોરાક જરૂરી છે. આપણા આયુર્વેદમાં અનેક એવી વસ્તુઓ છે જેમાં એવી અનેક વસ્તુઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના સેવન માત્રથી શરીર સ્વસ્થ થઇ શકે છે. પરંતુ જણાવી દઈએ કે આ પૈકી અનેક એવી વાતુઓ છે કે જેના સેવન કરવા માટે અમુક પ્રકારની કાળજી રાખવી જોઈએ. નહીતો તેના ફાયદા ને બદલે ગેર ફાયદા પણ થઇ શકે છે. આપણે અહીં એક એવી વસ્તુ અંગે વાત કરવાની છે કે જેના સેવન બાદ પાણી પીવાથી શરીર ને નુકસાન થઇ શકે છે.

આપણે અહીં કાકડી અંગે વાત કરવાની છે. અને તે બાદ જાણશું કે કઈ રીતે કાકડી ના સેવન કર્યા પછી પીધેલું પાણી શરીરને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કાકડીમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જણાવી દઈએ કે કાકડીમાં લગભગ 95 ટકા જેટલું પાણી હોઈ છે. આ ઉપરાંત તેમાં વિટામિન શી અને વિટામિન કે સાથો સાથ કોપર અને મેગ્નેશિયમ ઉપરાંત પોટેશિયમ જેવા અનેક પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જો કે જણાવી દઈએ કે કાકડી ખાધા પછી ભૂલમાં પણ પાણી પીવું જોઈએ નહિ.

જણાવી દઈએ કે કાકડી ના સેવન પછી પાણી પીવાથી શરીરમાં જીઆઇ ની પ્રક્રિયાં માં વધારો જોવા મળે છે. જેના કારણે શરીર માં પાચન અને અવશોષણ ની પ્રાકૃતિક પ્રક્રિયા મંદ પડે છે અને તેને નુકશાન થાય છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શરીર ને સ્વસ્થ રાખવા માટે શરીર ને પૌષ્ટિક તત્વ મળે તે જરૂરી છે. અને શરીર માટે પોષણ મેળવવાનું સૌથી મોટું સાધન ખોરાક છે. આપણે સૌ જાણીએ છીએ કે ખોરાકના સેવનથી શરીર માં અનેક પૌષ્ટિક તત્વ મળે છે.

પરંતુ આ માટે ખોરાક નું પૂરતું અને વ્યવસ્થિત પાચન થવું જરૂરી છે. જો શરીર માં ખોરાકનું યોગ્ય રીતે પાચન ના થાય તો શરીર ને ખોરાક માંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી શકતા નથી. જણાવી દઈએ કે શરીર માં ખોરાકના પાચન માટે સૌથી અગત્યની વસ્તુ પીએચ લેવલ છે. જેના કારણે જો તમે કાકડી ખાધા પછી પાણી પીવો છો તો તેના કારણે શરીર પીએચ લેવલ નબળું પડે છે જેના કારણે પાચન ને લગતી સમસ્યાઓ જોવા મળે છે.

આ ઉપરાંત કાકડી ખાધા પછી જો પાણી પીવામાં આવે તો ડાયરિયા અને ઝાડા ની સમસ્યાઓ થઇ શકે છે. માટે કાકડી ના સેવન કર્યા પછી લગભગ 20 થી 25 મિનિટ પછી પાણી પીવું જોઈએ. જો કે કાકડીનો એક મહત્વનો ફાયદો એ પણ છે કે તેના સેવનથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં લોકોને પેટને લગતી સમસ્યાઓ વધુ પ્રમાણમાં છે જેની પાછળ નું કારણ અયોગ્ય ભોજન અને ભોજનના સેવન માં થતી ભૂલો છે. માટે આવા લોકો માટે કાકડી ફાયદાકારક છે

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *