bollywood

બૉલીવુડ જગતમાં ફરી એક વખત સન્નાટો છવાય ગયો, આ દિગ્ગજનું થયું નિધન!! લગાન ફિલ્મમાં… ૐ શાંતિ

Spread the love

હાલમાં જ બોલીવુડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ગુરુરાજ જોઈસનું દુઃખદ નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમીર ખાનની ફિલ્મ ‘લગાન’ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં નોંધપાત્ર યોગદાન આપનાર સિનેમેટોગ્રાફર ગુરુરાજ જોઈસનું 27મી નવેમ્બરે બેંગલુરુમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

તમને જણાવી દઈએ કે ગુરુરાજની ઉંમર માત્ર 53 વર્ષની હતી અને તેમના પરિવારમાં એક પત્ની અને એક બાળક છે. જોઈસે ઘણી બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ કર્યું છે.ગુરુરાજ જોઈસ હિન્દી સિનેમામાં તેમના ઉત્તમ કેમેરા વર્ક માટે જાણીતા હતા. તેમના કામની દરેક જણે ખૂબ પ્રશંસા કરી હતી. ગુરુરાજ જોઈસે તેમના કરિયરની શરૂઆત એક સહાયક સિનેમેટોગ્રાફર તરીકે કરી હતી. કન્નડા ફિલ્મોથી કરી હતી અને પછીથી તેઓ બોલિવૂડમાં આવી ગયા હતા.

તેમણે ‘લગાન’, ‘દિલ ચાહતા હૈ’, ‘સ્વદેશ’, ‘તાલકી’ અને ‘જોશ’ જેવી ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું. તેમનું કામ હંમેશા બોલિવૂડના દિગ્ગજો દ્વારા વખાણવામાં આવતું હતું.આ પછી તેમણે ઘણી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે યોગદાન આપ્યું હતું.

યુવાન વયે જોઈસનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રો પર દુઃખની આ ઘડીમાં ભગવાન તેમને શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *