80-લાખ રૂપિયા માં ભંગાર એરોપ્લેન ખરીદી તેને બનાવ્યું આલીશાન ઘર સુવિધા જોઈ રહી જશે દંગ, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક વિચિત્ર ઘટનાઓ સામે આવતી હોય છે. એવી વિચિત્ર ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને સાંભળીને લોકોના મગજનું દહીં થઈ જતું હોય છે. કેટલાક લોકોને એવા એવા શોખ હોય કે જેની પાછળ તે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેતા હોય છે. એવી જ એક ઘટના હાલ સામે આવે છે. જેમાં એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર એ ભંગારમાં પડેલું એરોપ્લેન ૮૦ લાખમાં ખરીદ્યું.
ત્યારબાદ તેમાં 15 લાખનો ખર્ચ કરીને આખા એરોપ્લેન ને ઘરમાં ફેરવી નાખ્યું હતું. વધુ વિગતે વાત કરીએ તો બ્રૂસ કૈંપબેલ નામના વ્યક્તિએ કે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તેને વર્ષ 1999 માં એક ભંગારમાં પડેલું પ્લેન ખરીદ્યું હતું. આ પ્લેનનો છેલ્લી વાર ઉપયોગ વર્ષ 1975 માં કરવામાં આવ્યો હતો. વ્યક્તિએ ભંગાર પ્લેનને ખરીદીને માત્ર બે વર્ષમાં આલીશાન ઘરમાં બદલી નાખ્યું હતું.
તેને પ્લેનમાં ખૂબ આલિશાન રીતે ઘર બનાવ્યું. પ્લેનના અંદર ના ભાગમાં તેને ફ્રિજ, શાવર, બેડ, માઇક્રોવેવ, બાથરૂમ વગેરે ની સુવિધાઓ પૂરી પાડી. આ સાથે વ્યક્તિએ આ પ્લેનને જે જગ્યા ઉપર રાખ્યું છે તે જગ્યાનું ભાડું વ્યક્તિ મહિને 30 હજાર રૂપિયા ચૂકવે છે. આ સાથે પ્લેન માટે લાઈટ બિલ અને પ્રોપર્ટી ટેક્સ પણ તે વ્યક્તિ ચૂકવે છે. આ પ્લેન નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જાણવા મળ્યું કે પ્લેનમાં હજુ અમુક એવા સ્પેરપાર્ટસ છે કે જે હજુ સુધી કામ કરે છે. વિડીયો જોવા વાળા લોકો પણ ચોકી ઉઠ્યા હતા. કારણકે ૮૦ લાખમાં ખરીદેલું પ્લેન ઉપરથી 15 લાખનો ખર્ચ એક કરોડ રૂપિયામાં ખરીદેલા પ્લેન ની સરખામણીમાં ત્રણથી ચાર ઘર પણ આવી શકે છે. આમ આવા ઊંચા શોખ વાળા વ્યક્તિઓ આપણને દુનિયામાં જોવા મળતા હોય છે કે જે પોતાના શોખ પૂરા કરવા ખાતર ગમે તેટલા રૂપિયા ખર્ચે નાખતા હોય છે.