અમેરીકામાં ઉછરેલ ભાઈ – બહેન લકઝ્યુરીયસ લાઈફસ્ટાઇલ છોડી લેશે દીક્ષા, વડોદરાના માર્ગમાં નીકળી ભવ્ય વર્ષીદાન વરઘોડો..જુઓ તસવીરો…
સંયમનો માર્ગ અતિશય કપરો છે પરંતુ જૈન ધર્મમાં સંયમી જીવનને અતિ મહત્વનું ગણવામાં આવે છે, વૈભવીશાળી જીવન ત્યાગીને સંયમના માર્ગે ચાલે છે. જે આજના સંસારી લોકો માટે એક પ્રેરણા સમાન છે. હાલમાં જ વડોદરા શહેરમાં ભાઈ-બહેનનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો, ખરેખર આ દ્રશ્ય અતિ ભવ્ય અને દિવ્ય હતું.
આજના સમયમાં પશ્ચિમ સંસ્કૃતિના પ્રભાવ હેઠળ ઉછરેલી યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી દૂર જતી રહેતી હોવાની ચર્ચાઓ વચ્ચે એક આ બન્ને ભાઈ બહેને સૌનું દિલ જીતી લીધું.. અમેરિકામાં ઉછરેલ દીકરી અને દીકરાએ દીક્ષા લેવાનો સંકલ્પ લીધો છે. ખાસ વાત એ છે કે, આ બંને દીક્ષાર્થીઓ અમેરિકામાં જ જન્મેલા અને ઉછરેલા છે.
પિઝા-બર્ગર જેવા પશ્ચિમી આહાર વચ્ચે ઉછરેલા આ ભાઈ-બહેને સ્વેચ્છાએ દીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. આજે વડોદરામાં આલકાપુરી જૈન સંઘના દીક્ષાર્થીઓની વર્ષીદાન યાત્રા યોજાઈ હતી, જેમાં પાંચન્યા આગમચંદ્રસાગર મહારાજની સાનિધ્યમાં અમેરિકાથી આવેલા મુમુક્ષુ સાક્ષી, મુમુક્ષુ કરણ અને મુમુક્ષુ તન્યાએ રાજમાર્ગો પર લોકોને ખુલ્લા હાથે વર્ષીદાન આપ્યું.
આ ઘટના એટલા માટે વિશેષ છે કે, આ પરિવારની ચાર પેઢીઓમાં તેઓ પ્રથમ દીક્ષાર્થી છે. વિદેશી વાતાવરણ અને સંસ્કૃતિ વચ્ચે જન્મી-ઉછરીને પણ પોતાની જડો જાળવી રાખવી અને જૈન ધર્મના માર્ગ પર ચાલવાનું પસંદ કરવું એ તેમની આસ્થાનું પ્રતિક છે.
આ ઘટના દરેક યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ તરફ આકર્ષવા પ્રેરણા આપે છે, તો બીજી તરફ એ પણ સમજાવે છે કે, સંસ્કાર અને આસ્થા સીમાઓથી અંકબંધ નથી હોતા. દુનિયાના કોઈપણ ખૂણામાં રહેતા હોઈએ, પોતાની ધરોહર અને પરંપરાઓને જીવંત રાખવી અને તેનો વારસો આગળ વધારવો એ આપણી સૌની જવાબદારી છે.આપણે આ ભાઈ-બહેન ટૂંક જ સમયમાં દીક્ષા લેશે.