ગુજરાત માટે ગૌરવ ! ચેતન સાકરીયા બીજી IPLમાં પણ અધધ આટલા કરોડ રૂપિયામાં ખરીદાયા પરંતુ ભાઈ અને પિતાનું મૃત્યુ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં રમત ગમત નું ઘણું મહત્વ છે. તેવામાં રમત ગમત નું નામ આવતા જ આપણા મનમાં સૌથી પહેલો વિચાર ક્રિકેટ નો જ આવે છે, આપણે સૌ જાણીએ છીએ કે દેશના લોકો માટે ક્રિકેટ એક રમત કરતા વિશેસ એક ભાવના છે, આપણે સૌ જાણીએ છીએ કે દેશના લોકો દ્વારા ક્રિકેટ અને તેના ખેલાડીઓ ને ઘણો પ્રેમ આપવામાં આવે છે. લોકોને ક્રિકેટને રમવાની સાથો સાથ જોવી પણ ગમે છે.
ક્રિકેટ પ્રત્યે લોકોનો આવો પ્રેમ આખા વિશ્વમાં છે. જેને લઈને હાલના સમયમાં ક્રિકેટ ને ઘણા અલગ અલગ ફોર્મેટ માં રમવામાં આવે છે. જે પૈકી એક IPL છે. આપણે સૌ જાણીએ છીએ કે IPL ની લોક પ્રિયતા ઘણી વધુ છે, ક્રિકેટના આ ફોર્મેટમાં અલગ અલગ દેશના ખેલાડીઓ એક ટીમમાં રમે છે. લોકોમાં IPL નો ક્રેઝ પણ ઘણો વધુ જોવા મળે છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં IPL ની અલગ અલગ ટિમો માટે હરાજી ચાલી રહી છે. જેમાં લોકો ની આતુરતા એ જોવાની છે કે કયો ખેલાડી કેટલા રૂપિયામાં કઈ ટીમમાં ખરીદાયો છે.
જણાવી દઈએ કે હાલમાં IPL નું આ પેલ્ટફોર્મ યુવા ખેલાડીઓ માટે આશીર્વાદ સમાન બની ગયું છે કારણકે અહીં ઘણા યુવા ખેલાડીઓ કરોડો રૂપિયામાં ખરીદાયા જયારે ઘણા દિગ્ગ્જ ખેલાડીઓ માટે કોઈએ બોલી પણ ન લગાવી. જોકે હાલમાં આ મેગા નીલામી વચ્ચે એક નામ ઘણું ચર્ચામાં છે કે જે ચેતન સાકરીયા નું છે. જણાવી દઈએ કે આ સીઝનમાં તેમની ખરીદી ઘણી ઉંચી કિંમતે કરવામાં આવી છે.
જણાવી દઈએ કે ચેતન સાકરીયા ભાવનગર ના વરતેજ ગામના રહેવાસી છે.છેલ્લા વર્ષે તેઓ રાજસ્થના રોયલ ટીમમાં રમતા હતા અને તેમની ખરીદી 1.2 કરોડ રૂપિયામાં કરવામાં આવી હતી. જેમાં તેમણે પોતાના અદભુત પ્રદર્શન દ્વારા લોકોને ઘણા અચંભિત કર્યા હતા. જણાવી દઈએ કે આ સીઝન માં તેમની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. પરંતુ તેમના પાછલી શાનદાર રમત ને જોતા તેમને આ સીઝનમાં 4.20 કરોડ રૂપિયામાં દિલ્હીની ટીમે ખરીદયા છે.
જણાવી દઈએ કે આ સ્તર સુધી પહોંચવા માટે ચેતન સાકરીયાએ ઘણી મહેનત કરી છે. જો વાત તેમના જીવન અંગે કરીએ તો જાણવી દઈએ કે શરૂઆત માં તેમની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. તેમના પિતા કાનજી ભાઈ ટેમ્પો ચલાવતા હતા. તેવામાં ઘરમાં એક એવો પણ સમય આવ્યો કે જયારે ચેતન સાકરીયા ને પોતાની ક્રિકેટ છોડવાનો પણ વારો આવ્યો. જોકે કહેવાય છે કે કોઈ પણ વસ્તુને સીદતથી પામવાની કોસીસ કરો તો આખી દુનિયા તેમને મદદ કરે છે.
તેવી રીતે ચેતન સાકરીયા ના મામા દ્વારા તેમને પાર્ટ ટાઈમની નોકરી અપાવી જેથી તેમને ક્રિકેટ પણ ન છોડવું પડે અને ઘરમાં આર્થિક તેઓ પણ મળી રહે. જણાવી દઈએકે ચેતન સાકરીયા ક્રિકેટ સાથે ભણવામાં પણ ઘણા હોશિયાર હતા. તેમને પોતાની અથાક મહેનત દ્વારા ક્રિકેટ ના ક્ષેત્ર તરફ આગળવધ્યા અને સફળતા મેળવી પરંતુ જાણે તેમની સફળતાને કોઈની નજર લાગી હોઈ તેમ જાન્યુઆરી ૨૦૨૧ માં તેમના ભાઈએ આત્મ હત્યા કરી જે બાદ કોરોનાના કારણે તેમના પિતાનું પણ નિધન થયું આમ તેમણેપોતાના ભાઈ અને પિતાનો સાથ ખોઈ બેઠા.