GujaratIndia

પ્રેમનું ભયાનક રૂપ ! એકતરફી પ્રેમીએ જાહેરમાંજ પ્રેમિકાને રહેંસી નાખી અને તેની સાથે જે કર્યું….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ ઘણો જરૂરી છે. તેવામાં જો પ્રેમ યોગ્ય વ્યક્તિ સાથે થાયતો જીવન સારી રીતે વીતે છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમએ ઘણો પવિત્ર સંબંધ છે. પ્રેમ એ બે વ્યક્તિ નું નહિ પરંતુ બે આત્માઓનું મિલન છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ ભાવાત્મક બાબત છે. કોઈની સાથે જોર જબરજસ્તી થી પ્રેમ કરાવી કે મેળવી શકાતું નથી. પરંતુ ઘણા પ્રેમમાં પાગલ એવા પણ આશિકો હોઈ છે જેઓ આ બાબત ને સમજી શકતા નથી. અને પોતાના અહમ ખાતર અને ખોટા પ્રેમની આશાએ અન્ય સાથે ખોટું કામ પણ કરી બેસે છે.

આવા લોકો કે જેઓ પ્રેમના નામે ખોટા કામો કરે છે તેમના કારણે જ લોકો પ્રેમને સારી બાબત માનતા નથી અને પ્રેમને ખરાબ નજરે જુએ છે. હાલમાં પ્રેમને લઈને આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં લોકો સમક્ષ પ્રેમનો કુરૂપ ચહેરો સામે આવ્યો છે. અહીં એક તરફા પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાને જાહેરમાં પરિવારની સામે જ રહેંસી નાખતા પરિવાર માં શોકનો માહોલ છવાઈ ગયો છે, આ દુઃખદ બનાવ અંગેની વિગતો આ મુજબ છે.

મળતી માહતી અનુસાર પ્રેમમાં પાગલપન નો આ બનાવ સુરત જિલ્લાના કામરેજ તાલુકાનો છે. અહીં ના નવાગામમાં પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીમાં એક ગ્રીષ્માં નંદલાલ વૈકરીયા કે જેઓ 21 વર્ષ ના હતા તેઓ રહેતા હતા. અને અહીંની એક કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેવામાં અહીંનો જ યુવક કે જેનું નામ ફેનિલ પંકજ ભાઈ ગોયાણી છે તે આ યુવતીના એક તરફા પ્રેમમાં હતો. માટે તે યુવતી તરફથી પ્રેમ મેળવવા માટે તેને ઘણી જ હેરાન કરતો અને તેના ઘરે આવીને પણ ખરાબ વર્તન કરતો.

તેવામાં એક દિવસ સાંજના સમયે ફેનિલ ફરી પાછો ગ્રીષ્માં ના ઘરે ગયો અને તેને હેરાન કરવા લાગ્યો, જેના કારણે ગ્રીષ્માં ના પરિવારે ફેનિલ ની આ હેરાનગતિ નો વિરોધ કરવા લાગ્યા. અને ગ્રીષ્માંના પરિવારે ફેનિલને ઠપકો આપ્યો જે બાદ ગુસ્સે ભરાયેલા ફેનિલે પ્રથમ ગ્રીષ્માંના ભાઈ ધ્રુવ અને તેમના કાકા શુભાષ ભાઈ પર ચપ્પુથી હુમલો કર્યો અને તેમને ગંભીર રીતે ઇજા પહોંચાડી. જે બાદ ફેનિલે ગ્રીષ્માં ને પણ ચપ્પુની અણીએ બાનમાં લીધી. અને તેના ગળે ચપ્પુ રાખી.

આ જોઈને પરિવાર ના લોકોએ ફેનિલને ગ્રીષ્માં ને છોડવા માટે ઘણી વિનંતી કરી. પરંતુ ફેનિલ માન્યો નહિ અને પરિવાની સામે જ તેણે જાહેરમાં ગ્રીષ્માંની હત્યા કરી જે બાદ તેણે પોતે પણ ઝેરી દવા પીને પોતાના હાથની નસ કાપી નાખી, જે બાદ માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફેનિલ તથા તેના ભાઈ અને કાકાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા. જે બાદ ફેનિલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળ ની તપાશ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *